<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રાજકોટને નિકાસનું મુખ્‍ય કેન્‍દ્ર બનાવાશે

કલેકટરે ઉદ્યોગપતિઓ-અધિકારીઓ સાથે જીલ્લા એકસપોર્ટ કમિટીની પ્રથમ બેઠક યોજી

રાજકોટ, તા.૨૮: રાજકોટ જિલ્લાને નિકાસનું મુખ્‍ય કેન્‍દ્ર બનાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. આ દિશામાં નક્કર કદમ ઉઠાવવા માટે ડિસ્‍ટ્રિક્‍ટ એઝ એક્‍સપોર્ટ હબ પહેલ અંતર્ગત જિલ્લા કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રિક્‍ટ એક્‍સપોર્ટ પ્રમોશન કમિટીની એક મહત્‍વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

મળતી માહિતી મુજબ, આ ઉચ્‍ચસ્‍તરીય બેઠકમાં રાજકોટના સ્‍થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે કઈ રીતે વધુ મજબૂતીથી જોડી શકાય અને જિલ્લામાંથી થતી નિકાસને વેગ કેવી રીતે આપી શકાય તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્‍ટરે ઉપસ્‍થિત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંવાદ સાધીને નિકાસકારોને પડતી મુશ્‍કેલીઓ નિવારવા અને એક્‍સપોર્ટ વધારવા માટે જરૂરી ઇકોસિસ્‍ટમ તથા માળખાગત સુવિધાઓ ભી કરવા પર ભાર મૂકયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પહેલેથી જ એન્‍જિનિયરિંગ, મશીન ટૂલ્‍સ, કાસ્‍ટિંગ અને ઓટોમોબાઇલ પાર્ટ્‍સ સહિતના ઉદ્યોગો માટે વિશ્વભરમાં પ્રખ્‍યાત છે. ત્‍યારે સ્‍થાનિક ઉત્‍પાદનોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પ્રમોટ કરી નિકાસ વધારવાથી સ્‍થાનિક એમએસએમઈ એકમોને નવી ઉડાન મળશે.

(3:38 PM IST)