News of Sunday, 16th August 2026
રાજકોટના બેડી ગામની સીમમાં દરગાહ પાસે તળાવમાં ડૂબી જવાથી રાજકોટ અને રોણકીના યુવાન અને ત્રણ બાળકો સહિત ૪ના મોત
સોહન નામના બાળકનું જન્મદિવસે જ મૃત્યુ:, બાળકોને બચાવવા જતાં યુવકે પણ જીવ ગુમાવ્યો: કુવાડવા પોલીસે કાર્યવાહી કરી: રોણકી ગામ, રાજકોટ ખોડિયારપરાના શ્રમિક પરિવારોમાં માતમ

રાજકોટ: નજીક આવેલા બેડી ગામની સીમમાં નેસવાડા વીડી વાળા પીરની દરગાહ નજીક તળાવમાં ડૂબી જવાથી એક યુવાન અને ત્રણ માસૂમ બાળકો સહિત કુલ ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રોણકી ગામે રહેતો મજૂર પરિવાર એક બાળકના જન્મદિન નિમિત્તે દરગાહે દર્શન તથા જમવા માટે ગયા હતા. બપોરના આશરે બે વાગ્યાના સુમારે તળાવમાં નહાવા પડેલા બાળકો ડૂબવા લાગ્યા હતા. બાળકોને ડૂબતા જોઈને તેમને બચાવવા માટે યુવક તળાવમાં પડ્યો હતો, પરંતુ તે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હઊંડ
મૃતકોમાં સાહિલ જમાલભાઈ અભેસરા (ઉં.વ. ૨૦, રહે. રોણકી ગામ), સોહન તાજીબ (ઉં.વ. ૧૧ ), સેફાન તાજીબ (ઉં.વ. ૭) અને અલીફા અકરમ (ઉં.વ. ૯ ) સામેલ છે. આ કરૂણ ઘટના બની ત્યારે આસપાસના સ્થાનિક લોકોએ ત્વરિત દોડી આવીને ડૂબેલા તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે ખસેડવાની તજવીજ ધરી હતી, પરંતુ કમનસીબે તમામના મોત નીપજ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીપી બી.વી. જાધવ, પીઆઇ એ.એન. જાનીની રાહબરીમાં ટીમ આગળ કાર્યવાહી કરી રહી છે.
વધુ માહિતી મુજબ સોહન સાજીદભાઈ સોરાઅને સૈફુ સાજીદભાઈ સોરા રહે. બન્ને રહે ખોડિયારપરા રાજકોટ) સગા ભાઈઓ હતાં તેના પિતાને પાનની દુકાન છે. અલીફા અકરમ સોરા રોણકી ગામે રહેતી હતી. તે બે ભાઈ એક બહેનમાં મોટી હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ બધા સાહિલભાઈના ઘરે ગયા હતા જે કુટુંબીક કાકા થાય છે. ત્યાંથી બધા દરગાહ ગયા બાદ આ કરૂણ ઘટના ઘટી હતી.
(6:33 PM IST)










