તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 29th April 2026
રાજકોટવાસીઓ દ્વારા વિકાસને મત,ભાજપને જીતાડનાર સૌ કોઇનો આભારઃ ડો. દર્શિતા શાહ

રાજકોટઃ તા.ર૯, રાજકોટ મહાનગરપાલિકા ની ચુંટણીમાં ૭૨ બેઠકમાંથી ૬૫ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીને ગૌરવ પૂર્ણ જીત અપાવવા બદલ વિધાનસભા-૬૯ નાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ તમામ નાગરિકોનો કાર્યકર્તાઓનો આભાર માનેલ છે.
તેઓ એ જણાવેલ કે રાજકોટવાસીઓએ ફરી વિકાસને મત આપ્યો છે. તેમજ આદરણીય નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ગુજરાતભર માં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ મુકી જંગી બહુમતીથી વિજય અપાવેલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુને વધુ રાજકોટ શહેરની વિકાસની કામગીરી કરવામાં આવશે.
આ તકે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો.માધવભાઈ દવે, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારશ્રીઓ તથા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકા ના તમામ મતદારશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાશ્રીઓ તેમજ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકારશ્રીઓ નો ડો. દર્શિતાબેન શાહએ આભાર વ્યકત કર્યો છે.
(3:11 PM IST)










