તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 8th July 2026
સખી વન સ્ટોપ સેન્ટરમાં રાજકોટ રાજ્યમાં બીજુ, દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યું

રાજકોટ, તા.૮: કલેક્ટર ડો. ઓમ ?કાશના અધ્યક્ષસ્થાને ‘મિશન શક્તિ' યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે આ તકે વિભાગ દ્વારા સરકારશ્રીની બેટી બચાઓ બેટી પઢાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના અંતર્ગત થઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. રાજકોટ જિલ્લામાં વિભાગ દ્વારા આયોજિત ૮૧ જેટલા જનજાગળતિ કાર્યક્રમોમાં આશરે ૪,૩૦૫ જેટલી મહિલાઓએ લાભ લીધો હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું.જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા સહાય કામગીરીમાં રાજકોટ ગુજરાતમાં બીજા ક્રમે તેમજ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યાનું શ્રી ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું.
આ તકે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનના કો-ઓર્ડીનેટર શ્રી તુષાર ભેરવાએ કહ્યું કે, રાજકોટમાં કુલ પાંચ મહિલા હેલ્પલાઇન વાન કાર્યરત છે. આ સેવા દ્વારા વર્ષ ૨૦૨૬માં કુલ ૧,૪૭૯ જેટલા અલગ અલગ કિસ્સામાં મહિલાઓને મદદ પહોચાડવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મિશન શક્તિ યોજનાની નવી ગાઈડલાઈન અમલમાં મૂકવામાં આવી છે. ‘મિશન શક્તિ' યોજના અંતર્ગત સંબલ અને સામર્થ્ય એમ બે પેટા યોજનાઓ અમલી છે. જેનો હેતુ મહિલા સુરક્ષા, સલામતી અને સશક્તિકરણને મજબૂત બનાવવાનો છે
(2:12 PM IST)










