News of Sunday, 19th April 2026
રાજકોટ પોલીસ પેરોલ ફરલો સ્ક્વોડની કામગીરી ૧૬ વર્ષની અપહૃત સગીરાને નાસિકથી શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનીટ
પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. બી.વી. ચુડાસમા, એ.એસ.આઈ. અજયકુમાર શુક્લા અને ટીમની કામગીરી

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૩૭(૨) મુજબ નોંધાયેલા ૧૬ વર્ષની સગીરાના અપહરણના ગુનાની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સોંપવામાં આવી હતી.
તપાસ દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના એ.એસ.આઇ. અજયકુમાર શુક્લા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરસુખભાઇ ડી. વાછાણી, જીગ્નેશભાઈ આર. મારુ, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ તથા જયોતિબેન બાબરીયા દ્વારા ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન રીસોર્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભોગબનનાર સગીરા મહારાષ્ટ્રના નાશિક ખાતે છે. જે અંગેની પુષ્ટિ થતા યુનીટના પી.એસ.આઇ. બી.વી. ચુડાસમા, હેડ કોન્સ. હરસુખભાઇ ડી. વાછાણી, જીગ્નેશભાઈ આર. મારુ અને મહીલા પોલીસ કોન્સ્ટેબલ જયોતિબેનની એક ટીમ તાત્કાલિક તપાસ માટે નાશિક રવાના કરવામાં આવી હતી. નાશિકમાં ભોગબનનારનો ફોટો બતાવી અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરતા સગીરા મળી આવી હતી. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. બી.વી. ચુડાસમા, એ.એસ.આઈ. અજયકુમાર શુક્લા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ આર. મારુ, હરસુખભાઇ ડી. વાછાણી, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, મહિલા લોક રક્ષક જ્યોતીબેન બાબરીયા તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ સુર્યકાંતભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની આ ટીમે સગીરાને હેમખેમ છોડાવી આગળની કાર્યવાહી માટે માલવીયાનગર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
(7:04 PM IST)










