<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રાજકોટ નાગરિક બેંક આયોજીત નિઃશુલ્‍ક ક્રિકેટ કોચીંગ કેમ્‍પનો પ્રારંભ

ક્રિકેટ કેમ્‍પમાં તાલીમની સાથે શિસ્‍ત પાલન, ખેલદીલીના ગુણો ખીલે છેઃ ડો. જીતેન્‍દ્રભાઈ અમલાણી ઞ્જ શારીરીક સક્ષમતા, માનસિક સર્તકતા અને સાંસ્‍કારિક ઉન્નતા આ ત્રણ લાયકાત આપણે કેળવીએ તો આપણને કોઇ અટકાવી નહિ શકે : કેપ્‍ટન જયદેવભાઈ જોષી

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજીત ૨૮માં નિઃશુલ્‍ક ક્રિકેટ કોચીંગ કેમ્‍પનો ઉદ્ધાટન સમારોહ માધવરાવ સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ ખાતે યોજાયેલ હતો. બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠકે જણાવ્‍યું હતું કે, ‘અત્‍યારે ઉપસ્‍થિત કેમ્‍પના તાલીમાર્થીઓ પૈકી ૫૦ ટકાથી વધુ બાળકો આ કેમ્‍પમાં એકથી વધુ વખત તાલીમ મેળવેલી છે અર્થાત આ કેમ્‍પની તાલીમમાં તેમને મજા આવે છે. જે બાળકો પ્રથમ વખત આ કેમ્‍પમાં તાલીમાર્થે આવ્‍યા છે તે અન્‍યને જોઈને આવતા વર્ષોમાં પણ આવશે. કોઈપણ લક્ષ્યમાં સિદ્ધી પ્રાપ્‍ત કરવી હોય તો તેમાં સાતત્‍ય હોવું જોઇએ. સતત કામ કરવું પડે. એક વખત કેમ્‍પમાં તાલીમ લઇ હું ક્રિકેટર બની જાઉં તે શકય નથી. તેના માટે સતત સાધના કરવી પડે.ખ્‍યાતનામ યુરોલોજીસ્‍ટ ડો. જીતેન્‍દ્રભાઈ અમલાણીએ જણાવ્‍યું હતું કે, ‘સમાજ સેવાના પ્રકલ્‍પરૂપે આ ક્રિકેટ કોચીંગ કેમ્‍પ ચાલી રહ્યો છે. કૌશિકભાઈ અને તમામ કોચની જે જહેમત છે તે સરાહનીય છે. આ કેમ્‍પ ફક્‍ત ક્રિકેટની જ તાલીમ નહિ પરંતુ સારા નાગરિક બનવાની, શિસ્‍તનું પાલન, રમતની ખેલદિલી વગેરે પણ શીખવે છે.' શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક એક વિચારધારાથી ચાલતી બેંક છે. લોકોના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થાય છે. અન્‍ય બેંક કરતાં આ અલગ છે. કોઇપણ લોકઉપયોગી કાર્યમાં બેંક હંમેશા અગ્રેસર હોય છે. વેકેશનમાં બાળકો ટીવી કે અન્‍ય ગેજેટ્‍સમાં ન અટવાઈ જાય તે માટે આ કેમ્‍પની તાલીમ મહત્‍વપૂર્ણ છે. આર્મીના કેપ્‍ટન જયદેવભાઈ જોષીએ જણાવ્‍યું હતું કે, ‘શારીરીક સક્ષમતા, માનસિક સતર્કતા અને સંસ્‍કારિક ઉન્નતા આ ત્રણ લાયકાત કેળવીએ તો આપણને કોઈ અટકાવી નહિ શકે. આ ઉદ્ધાટન સમારોહમાં બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), પ્રોજેક્‍ટ ડિરેકટર હંસરાજભાઈ ગજેરા, અશોકભાઈ ગાંધી, વિક્રમસિંહ પરમાર, ડિરેકટરગણમાંથી સી.એ.  ચંદ્રેશભાઈ ધોળકીયા, કિર્તીદાબેન જાદવ, સી.એ. ભૌમિકભાઈ શાહ, સી.એ. બ્રિજેશભાઈ મલકાણ, કલ્‍પેશભાઇ ગજ્જર, હસમુખભાઈ ચંદારાણા, જ્‍યોતિબેન ભટ્ટ, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), કૌશિકભાઈ અઢીયા (કોચ), શાખા વિકાસ સમિતિના સદસ્‍યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍વાગત પ્રવચન હંસરાજભાઈ ગજેરાએ અને આભારદર્શન વિક્રમસિંહ પરમારે કર્યું હતું. આ તકે કૌશિકભાઈ અઢીયાએ આ કેમ્‍પ સાથે જોડાયેલ વિવિધ સંભારણા રજુ કર્યા હતા. કાર્યક્રમનું સફળ સરળ સંચાલન  યોગેશભાઈ દવેએ કર્યું હતું

(3:09 PM IST)