News of Friday, 24th July 2026
રાજકોટમાં મધરાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમનઃ ત્રણ ઈંચ વરસાદથી શહેર તરબોળ
ફાયર બ્રિગેડના આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં ૭૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૬૯ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૪૫ મીમી વરસાદ નોંધાયોઃ ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી

રાજકોટ,તા.૨૪ : શહેરમાં મધરાત્રે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં આશરે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. મનપાના ફાયર બ્રિગેડના આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં ૭૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૬૯ મીમી અને ઈસ્ટ ઝોનમાં ૪૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે શહેરમાં મોસમનો કુલ વરસાદ આશરે ૯.૫૦ ઈંચ સુધી પહોંચી ગયો છે.
ભારે વરસાદને કારણે શહેરના ત્રણ સ્થળોએ વળક્ષો ધરાશાયી થયા હતા. કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ, વોકહાર્ટ હોસ્પિટલ સામે સૂર્યોદય સોસાયટી તથા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક સિદ્ધિવિનાયક પાર્ક વિસ્તારમાં વળક્ષો પડ્યાની નોંધ ફાયર બ્રિગેડમાં થઈ હતી. જોકે વરસાદ મધરાત્રે પડતાં મોટી જાનહાનિ કે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ નહોતી.
હવામાન વિભાગે આજે રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના જળાશયોમાં પણ વરસાદી પાણીની આવક શરૂ થતાં પાણીની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે.
(11:53 AM IST)










