<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

​રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ: રૂ. ૩.૯૩ લાખની કિંમતના ૨૨ ચોરાયેલા/ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત સોંપાયા

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ અને ટીમ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ માંડલીક તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાંથી ગુમ કે ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત આપવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

​સીઇઆઇઆર પોર્ટલ અને ટેકનીકલ સોર્સની મદદથી ટ્રેસિંગ

​મદદનીશ પોલીસ કમિશ્નર બી.બી.બસીયાની અધ્યક્ષતામાં તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એસ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનની ટીમે ગુમ થયેલા મોબાઇલ ફોન અંગે મળેલી અરજીઓના આધારે તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા ટેકનીકલ સોર્સ તેમજ સીઇઆઈઆર પોર્ટલ પર સતત મોનિટરિંગ કરીને ગુમ કે ચોરાયેલા મોબાિલ ફોન ટ્રેસ કરી શોધી કાઢવામાં આવ્યા હતા.

​ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજીને તા. ૧૬/૦૭/૨૦૨૬થી તા. ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન કુલ ૨૨ મોબાઇલ ફોન કિંમત રૂ. ૩,૯૩,૦૦૦ રિકવર કરવામાં આવ્યા હતા. ​આ મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ.જાદવના હસ્તે અરજદારો/મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોતાના ગુમ થયેલા ફોન પરત મળતા અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. 

​એએસઆઇ ભૂપતભાઇ કે. દેસાઇ, ​પો.કોન્સ. નજમાબેન એમ. સુમરા પણ આ કામગીરીમાં સામેલ હતાં.

(7:11 PM IST)