તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
રાજકોટ શહેર-જીલ્લામાં મે મહિનામાં પણ દસ્તાવેજોમાં તેજીઃ ૧૩૯૩પની નોંધણીઃ સરકારને ૮૭ કરોડની આવક
સૌથી વધૂ મોરબી રોડ પર-૧૭ર૦ તો સૌથી ઓછી વીંછીયા ક્ષેત્રમાં-૧૦૯ દસ્તાવેજો નોંધાયા

રાજકોટ, તા. રઃ રાજકોટ શહેર-જીલ્લાની ૧૮ સબરજીસ્ટ્રાર કચેરીમાં મે મહિનામાં પણ જમીન-મકાન-ફલેટ-ખેતીની જમીન ખરીદીમાં એપ્રીલની જેમ તેજી યથાવત રહી છે.
અધિકારી સૂત્રોના કહેવા મુજબ મે-ર૦ર૬ માં કુલ ૧૩૯૩પ દસ્તાવેજો નોંધાયા છે, જેમાં વપરાયેલ ફી ૧ર કરોડ ૬૯ લાખ અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પડયુટી ૭૪ કરોડ પ૭ લાખ મળી કુલ ૮૭ કરોડ ર૬ લાખની સરકારને આવક થઇ છે. એપ્રીલમાં ૧૪૦પ૦ દસ્તાવેજ હતા, મે મહિનામાં ૧૩૯૩પ એટલે કે ૧૧પ દસ્તાવેજો ઓછા થયા, પરંતુ આવકમાં સવા કરોડ જેવો વધારો નોંધાયો છે.
સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌથી વધૂ દસ્તાવેજ રાજકોટ-ર મોરબી રોડ પર -૧૭ર૦, તો સૌથી ઓછા વીછીંયા ક્ષેત્રમાં ૧૦૯ દસ્તાવેજો નોંધાયા છે.
અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દસ્તાવેજોની વિગતો જોઇએ તો લોધીકા-૮પર, કોટડાસાંગાણી-૪૬૬, રાજકોટ-પ મવામાં-૭૮૪, રાજકોટ-૬ મવડીમાં ૧૪૪ર, જસદણ-પ૦૦, રાજકોટ-૭ કોઠારીયામાં-૮૯૪, રાજકોટ-૮ રૂરલમાં-૮૮ર, રાજકોટ-૩ રતનપર-૧૧૮૦, જેતપુર-૭૪પ, ઉપલેટા-પ૭૦, ધોરાજી-૩૩૭, ગોંડલ-૧ર૪૮, રાજકોટ-૧-૮ર૭, રાજકોટ-૪ રૈયામાં-૧૦૩ર, પડધરી-ર૮૧ તથા જામકંડોરણા-૧ર૬ દસ્તાવેજોની નોંધણી થઇ છે.(
(2:41 PM IST)










