News of Friday, 11th September 2026
રેલનગર અન્ડર બ્રીજ પાસે ટ્રેનની ઠોકરે ભોમેશ્વરના રાજેશભાઇના પગ કપાયા
મંડપ સર્વિસમાં કામ કરતાં પ્રોૈઢ કામે જવા નીકળ્યા હતાં

રાજકોટ તા. ૧૧: રેલનગર અન્ડર બ્રીજ પાસે ટ્રેનની ઠોકરે આવી જતાં ભોમેશ્વરના પ્રોૈઢના બંને પગ કપાઇ જતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળ્યા મુજબ ભોમેશ્વરમાં ભૂતનાથ મંદિર પાસે રહેતાં રાજેશભાઇ ગુણવંતભાઇ ચારોલા (ઉ.વ.૫૦) સવારે એક્ટીવા લઇને મંડપ સર્વિસમાં કામે જવા નીકળ્યા બાદ રેલનગર અન્ડર બ્રીજ પાસે ટ્રેનની ઠોકરે આવી જતાં બંને પગ કપાઇ જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસને અને ૧૦૮ન ેજાણ થતાં તુરત પહોંચી રાજેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. રાજેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં રેલ્વે પોલીસે કાર્યવાહી કરી હતી
(3:15 PM IST)










