તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 26th October 2026
રેલ્વે કર્મચારીઓના પગાર રૂા. ૬૯ હજાર કરો, ઇન્ક્રીમેન્ટ બમણું આપો
એચઆરએમાં ૪૦ ટકા સુધી વધારો કરો, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ૬ ટકા કરો, પ્રમોશન અને વિવિધ ભથ્થાના પ્રશ્નો ઉકેલવા માંગ : વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આર.જી. કાબરના નેતૃત્વમાં આઠમાં પગાર પંચ સમક્ષ ધારદાર રજૂઆત : અધ્યક્ષ હિરેન મહેતા સહિતના આગેવાનોએ કર્મચારીઓના હિતમાં વિવિધ માંગણીઓ રજૂ

રાજકોટ : વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ (WRMS) દ્વારા રેલવે કર્મચારીઓના પગાર, ભથ્થાં, પ્રમોશન તથા અન્ય સેવા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે મુંબઈ ખાતે આઠમા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ રૂબરૂ મુલાકાત કરીને કર્મચારીઓના હિતમાં વિવિધ મહત્ત્વપૂર્ણ માંગણીઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી એવું વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ રાજકોટ ડિવિઝનના ડીવીઝનલ સેક્રેટરી અવની ઓઝા જણાવે છે.
આ રજૂઆત આઠમા કેન્દ્રીય પગાર પંચનાં અધ્યક્ષ જસ્ટિસ શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈ, સભ્ય શ્રી પાલક ઘોષ તથા સભ્ય સચિવ શ્રી પંકજ જૈન સમક્ષ કરવામાં આવી હતી. આ સમગ્ર રજૂઆત WRMSના જનરલ સેક્રેટરી શ્રી આર. જી. કાબરના નેતળત્વમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે WRMSના પ્રમુખ શ્રી હિરેન મહેતા, ખજાનચી શ્રી કિરણ પાટીલ, ઉપપ્રમુખ શ્રી અજય કુમાર સિંઘ, ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી બી. એન. ડાભી તથા વડોદરા ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી તપન ચૌધરી સહિતના આગેવાનોએ કર્મચારીઓના હિત સાથે સંકળાયેલી વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.
કર્મચારીઓના આર્થિક હિત માટે મુખ્ય માંગણીઓ : રેલવે કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો થાય, તેમની મહેનત અને જવાબદારીને અનુરૂપ વળતર મળે તથા સેવા દરમિયાન યોગ્ય નાણાકીય લાભો પ્રાપ્ત થાય તે હેતુથી WRMS દ્વારા નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી :
લઘુત્તમ પગાર રૂા. ૬૯,૦૦૦ નક્કી કરવામાં આવે. વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર હાલના ૩%થી વધારીને ૬% કરવામાં આવે. કર્મચારીઓને તેમની સેવા દરમિયાન નિર્ધારિત સમયગાળામાં યોગ્ય પ્રમોશન આપવામાં આવે તથા પ્રમોશન સંબંધિત વિસંગતતાઓ દૂર કરવામાં આવે.
૩૦ વર્ષની સેવા દરમિયાન MACP યોજના હેઠળ યોગ્ય નાણાકીય લાભો અને પ્રમોશનલ હાયરાર્કી મુજબ લાભ આપવામાં આવે.
તમામ પ્રકારનાં ભથ્થાંમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તથા મોંઘવારીને અનુરૂપ તેમાં સમયસર સુધારો કરવામાં આવે. નાઇટ ડ્યૂટી, ઓવરટાઇમ અને વધારાની જવાબદારીઓ નિભાવતા કર્મચારીઓને યોગ્ય નાણાકીય વળતર આપવામાં આવે.
મકાન ભાડા ભથ્થા (HRA)ના દરમાં વધારો કરીને X, Y અને Z વર્ગનાં શહેરો માટે અનુક્રમે ૪૦%, ૩૫% અને ૩૦% ના દરે ભથ્થું આપવામાં આવે.
રેલવે હોસ્પિટલોમાં ફરજ બજાવતા ર્નસિંગ, મિનિસ્ટિરિયલ તથા અન્ય કર્મચારીઓને તેમની કામગીરી અને જવાબદારીને અનુરૂપ યોગ્ય ભથ્થાં આપવામાં આવે. રિસ્ક અને હાર્ડ શિપ એલોવન્સ દરેક safety વિભાગના કર્મચારીઓને મળવું જોઈએ. S&T વિભાગ Failure દરેક ગેંગ અને સેક્શનમાં હોવું જોઈએ.
Yard stickના નિયમોનું પાલન થવું જોઈએ : જોખમી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને Risk & Hardship Allowance તથા Hazardous Allowanceનો લાભ આપવામાં આવે.
Daily Officiating Allowance અને CCA જેવા ભથ્થાં પુનઃસ્થાપિત કરીને તેમાં યોગ્ય વધારો કરવામાં આવે.
ર્નસિંગ સ્ટાફને તેમની વિશિષ્ટ કામગીરી અને જવાબદારીને અનુરૂપ નાણાકીય લાભો, ર્નસિંગ સંબંધિત ભથ્થાં તથા Learning Resource Allowance આપવામાં આવે.
ટ્રેક મેન્ટેનર, સ્ટેશન માસ્ટર, ટ્રાફિક સ્ટાફ, ટિકિટ ચેકિંગ સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ તથા અન્ય કેટેગરીના કર્મચારીઓને તેમની ફરજ અને જવાબદારીને અનુરૂપ વિશેષ ભથ્થાં આપવામાં આવે.
રેલવેના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓની કાર્યપરિસ્થિતિ, જોખમ અને જવાબદારીને ધ્યાનમાં રાખીને ભથ્થાં સંબંધિત વિસંગતતાઓ દૂર કરવામાં આવે.
કર્મચારીઓની વાસ્તવિક જરૂરિયાતો અને ફરજના સ્વરૂપને અનુરૂપ અન્ય ભથ્થાં તથા સેવા સંબંધિત લાભોમાં પણ યોગ્ય સુધારા કરવામાં આવે.
રેલવે કર્મચારીઓના યોગદાનને અનુરૂપ મળવું જોઈએ યોગ્ય વળતર : WRMS દ્વારા પગાર પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે રેલવે કર્મચારીઓ દેશની પરિવહન વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. તેઓ દિવસ-રાત પોતાની ફરજ નિભાવીને રેલવેની સલામતી, કાર્યક્ષમતા અને પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
રેલવેના સંચાલનથી લઈને મુસાફરોની સલામતી, ટ્રેકની જાળવણી, ટેકનિકલ કામગીરી, ટ્રાફિક વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ સુધી દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં કર્મચારીઓની વધતી જવાબદારીઓ, મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને તેમના પગાર, ભથ્થાં, પ્રમોશન તથા અન્ય સેવા લાભોમાં યોગ્ય સુધારો કરવો સમયની આવશ્યકતા છે.
કર્મચારીઓના હિત માટે WRMSની મજબૂત અને પ્રતિબદ્ધ લડત : WRMSના આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે આઠમું કેન્દ્રીય પગાર પંચ કર્મચારીઓની રજૂ કરાયેલી માંગણીઓ પર હકારાત્મક વિચારણા કરશે અને કર્મચારીઓ તથા તેમના પરિવારોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય ભલામણો કરશે.
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ હંમેશાં રેલવે કર્મચારીઓના અધિકારો, સન્માન, આર્થિક સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ રહ્યું છે. કર્મચારીઓના પ્રશ્નોને યોગ્ય મંચ પર મજબૂતાઈથી રજૂ કરવા તથા તેમના હક અને હિત માટે સતત સંઘર્ષ કરવો એ સંઘની મુખ્ય પ્રાથમિકતા છે.
WRMSનો સંકલ્પ છે કે રેલવે કર્મચારીઓને ન્યાયસંગત પગાર, યોગ્ય ભથ્થાં, સમયસર પ્રમોશન અને સન્માનજનક સેવા પરિસ્થિતિઓ મળે તે માટે સંઘ ભવિષ્યમાં પણ મજબૂતાઈથી પોતાની રજૂઆત ચાલુ રાખશે, તેમ અંતમાં જણાવાયું છે.
(3:25 PM IST)










