<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

પ્રથમ નોરતે અકિલા રઘુવંશી બીટસમાં રઘુવંશી ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્‍યા

દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખૈલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થાઃ સ્‍થળ પરથી પણ ડેઈલી પાસની સુંદર વ્‍યવસ્‍થા રાખવામાં આવી છેઃ સાધુ વાસવાણી રોડ પર અકિલા રઘુવંશી બીટસ માં અનેક માનવંતા મહેમાનો ઉપસ્‍થિત રહયાં

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્રારા અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્‍ન કિરીટકાકા ગણાત્રાનાં શારદીય માર્ગદર્શનમાં નવરાત્રી તા.૧૧/૧૦/૨૦૨૬ થી અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬નો ભવ્‍ય શુભારંભ કરાયો હોવાનું જણાવાયું છે.

આ આયોજન અજોડ છે કારણ કે ખેલૈયાઓ માટે યોજાતા આ ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવે દેશવિદેશમાં અનેરી ખ્‍યાતી મેળવી છે અને વ્‍યવસ્‍થાની દષ્ટિએ પણ સંપૂર્ણતા તરફ આ આયોજન ખ્‍યાતનામ બન્‍યું છે.

પ્રથમ નોરતે અકિલા રઘુવંશી બીટસ માં દાંડીયા રાસમાં હજજારો ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્‍યા. અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખૈલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થા કરાઈ છે.

પ્રથમ નોરતે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્‍સ તરીકે ગણાત્રા શિવાંશ, હિતાર્થ લશ્‍કરી તથા પ્રિન્‍સેસ તરીકે ભોજાણી દીવીશા, વીરા ખગ્રામ, ગોંડલીયા નિવા વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્‍સ માધવ નથવાણી તથા પ્રિન્‍સેસમાં પોપટ કુહુ તથા ગ્રુપ બી માં પ્રિન્‍સ તરીકે કક્કડ ધ્રુનીલ, પ્રીત ભીમજીયાણી, હાર્દિક સેજપાલ તથા પ્રિન્‍સેસ તરીકે રાયચુરા પીનલ, કોટક ફોરમ, ઠકરાર શ્વેતા વિજેતા બન્‍યા છે તથા સીગ્રુપમાં પ્રિન્‍સ તરીકે આહ્યા હિતેશભાઈ તથા પ્રિન્‍સેસ તરીકે વસાણી દિપ્તીબેન વિજેતા બન્‍યા હતાં.

પ્રથમ નોરતે અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬ના માનવંતા મહેમાનો કલ્‍પેશભાઈ કોટક, નયનભાઈ માણેક, શંભુ મહારાજ, ભાવેશભાઈ કતીરા, વિવેકભાઈ માણેક, દેવાંશીબેન રૂપારેલીયા, રમણીકભાઈ દાવડા, હેતલબેન માણેક સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહયાં હતાં.

વીરપુર જાવુ કે સતાધાર જાવુ... ઘમ્‍મર વાંગ્‍યા રે માના ડાકલા....ના અર્વાચીન ગરબાઓની રમઝટ જામી હતી. વિશાળ ગ્રાઉન્‍ડ મા હજારો ખૈલેયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે. સજજડ પાર્કીંગ વ્‍યવસ્‍થા કરાઈ છે. રઘુકૂળ યુવા ગ્રુપના કાર્યકરો દેખરેખ રાખી રહયાં છે.(૩૮.૨૫)

ડેઈલી પાસ વિતરણ

અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬ના રોજે રોજના પાસ અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬નું ગ્રાઉન્‍ડ, સાધુ વાસવાણી રોડ, રાજપેલેસ સામે, રાજકોટ ખાતેથી (મો.૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરીને મેળવી શકશો.

(3:06 PM IST)