<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

પૂ.પ્રમીલાજી મહાસતીજી કાળધર્મ પામ્‍યાઃ પાલખી યાત્રા નીકળી

રાજકોટમાં પૂ.શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી ૪૮ વર્ષના દીક્ષા પર્યાયધારી

રાજકોટ, તા.૨૬: ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ.રંભાબાઈ મ.સ.ના પરિવારના પૂ.લાભુબાઈ મ.સ.ના સુશિષ્‍યા બા.બ્ર પૂ.પ્રમીલાબાઈ મ.સ. ઉંમર વર્ષ ૭૫ અને ૪૯ વર્ષના દીક્ષાપર્યાય સહિત પૂ. નીલમબાઈ મ.સ.ની નિશ્રામાં ગઈકાલે તા.૨૫ ને શુક્રવારે રાત્રે ૯:૦૫ કલાકે જે. જે. કોઠારી ઉપાશ્રય પ્રહલાદ પ્‍લૉટ ખાતે કાળધર્મ પામેલ.સુશીલાબેન અને મનહરભાઈ શાહના ગળહાંગણે જન્‍મેલા પ્રમિલાબેને રાજકોટ મોટા સંઘમાં તા.૧૪-૫-૧૯૭૮ ના સૌરાષ્‍ટ્રના સિંહણ પૂ.ઇન્‍દુબાઈ મ.સ.ના હસ્‍તે દીક્ષા અંગીકાર કરેલ.

આજે તા.૨૬ ને શનિવારે સવારે ૯:૩૦ કલાકે શ્રી સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ ખાતેથી જય જય નંદા, જય જય ભદાના નાદ સાથે પાલખીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં શ્રાવકો જોડાયા હતા. ડૉ.સંજય શાહ, જયશ્રીબેન શાહ, હરેશભાઈ વોરા, કલ્‍પના શાહ, દિનેશભાઈ દોશી, ડૉ.સી.વી.અજમેરા વગેરે વૈયાવચ્‍ચમાં કાર્યરત હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(11:50 AM IST)