News of Monday, 27th April 2026
મતદાનની ફરજ નિભાવતા રાજકીય આગેવાનો

રાજકોટ : મનપાની ચૂંટણીનું ગઇકાલે મતદાન યોજાયું હતુ, આવતી કાલે પરિણામની ઇંતેજારી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ-આપના આગેવાનો, ઉમેદવારોએ પોતાની મતરૂપી ફરજ નિભાવી હતી. ઉપરોક્ત તસવીરોમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે પરિવાર, અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારધ્વાજ અને વંદનાબેન ભારધ્વાજ, સોૈરાષ્ટ્ર-કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, ધનસુખભાઇ ભંડેરી તથા કૈલાશબેન ભંડેરી, પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી પરિવાર, પૂર્વકોર્પોરેટરો હરિભાઇ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ-૭૦ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, કોંગ્રેસ આગેવાન મહેશભાઇ રાજપુત, ડો. વલ્લભભાઇ કથીરીયા, રક્ષીત કલોલા પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા પરિવાર, કશ્યપભાઇ શુકલા તથા હિનાબેન શુકલ, વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવાર કિરણબેન માંકડીયા જૈન અગ્રણી તથા શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઇ શાહ તથા રાજવી શાહ, વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવાર મનીષભાઇ ભટ્ટ, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશ બોધરા, વોર્ડ નં.૧૦ના ઉમેદવાર ઘનશ્યામભાઇ હેરભા, ગુણુભાઇ ડેલાવાળા, વોર્ડ નં. ૬ના ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા,કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ મારૂ, નિતીનભાઇ ભુત દંપતિ, વોર્ડ નં.૮ના કોંગ્રેસના ઉમેદવાર રાજુ મુંધવા દંપતિ, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ સેંગલીયા, વોર્ડ નં.૧ના ભાજપ ઉમેદવાર અશ્વિનભાઇ ભોરણીયા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, રાજકોટ-૭૦ના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા મનહરભાઇ બાબરીયા કોંગ્રેસના વોર્ડ નં.૧૨ના ઉમેદવાર કમલેશ કોઠીવાર તથા સીનીયર સીટીઝનોએ પોતાની મતરૂપી ફરજ નિભાવી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(6:42 PM IST)










