<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઈને પોલીસતંત્ર સજ્‍જ્‍: ૧૮૦૦થી વધુ જવાનો તૈનાત રહેશે

અલગ અગ પાંચ શોભાયાત્રા નીકળશેઃ પોલીસ કમિશનર, જેસીપીની રાહબરીમાં ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૩ પીઆઇ, ૯૧ પીએસઆઇ, ૯૦૦ પોલીસ કર્મી સહિતનો કાફલો બંદોબસ્‍ત જાળવશે

રાજકોટ તા. ૧૪: આગામી ૧૬ જુલાઈના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને શોભાયાત્રાઓ યોજાનાર છે. આ ઉત્‍સવ શાંતિપૂર્ણ અને ભક્‍તિસભર વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા અને લોખંડી બંદોબસ્‍તનું આયોજન કરવામાં આવ્‍યું છે.

બંદોબસ્‍ત અંગેની માહિતી આપતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે આ વર્ષે અષાઢી બીજના દિવસે રાજકોટ શહેરમાં નાની-મોટી મળીને કુલ પાંચ શોભાયાત્રા અને રથયાત્રાઓ નીકળવાની છે. આ તમામ યાત્રાઓના રૂટ પર કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જોઇન્‍ટ પોલીસ કમિશનર ચૈતન્‍ય મંડલિકના માર્ગદર્શન હેઠળ એક્‍શન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે.

રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્‍યવસ્‍થા જાળવવા માટે વિશાળ સંખ્‍યામાં પોલીસ કાફલો મેદાને ઉતારવામાં આવ્‍યો છે. ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૩ પીઆઇ, ૯૯ પીએસઆઇ અને ૯૦૦ પોલીસ કર્મચારીઓ મળી ૧૮૦૦નો કાફલો રથયાત્રાઓના રૂટ પર સીધું સુપરવિઝન કરશે. ગળહ રક્ષક દળ અને અન્‍ય સુરક્ષા બળોમાં હોમગાર્ડ્‍સ, જીઆરડીના જવાનો પણ સામેલ છે.: રથયાત્રાના સમગ્ર રૂટ પર ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.

કોઈપણ પ્રકારની અફવાઓ કે ઉશ્‍કેરણીજનક પોસ્‍ટ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર પોલીસની સાયબર ટીમ દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે. અસામાજિક તત્‍વો અને ટ્રબલ મેકર્સ-મુશ્‍કેલી ઉભી કરનારાઓ વિરૂધ્‍ધ અટકાયતી પગલાં સહિતની કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્‍ચ અને એસઓજીની ટીમો પણ કોઈપણ પ્રકારની શંકાસ્‍પદ ગતિવિધિ પર નજર રાખવા માટે સક્રિય રહેશે. રાજકોટ પોલીસ દ્વારા તમામ નાગરિકોને શાંતિ, એકતા અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં રથયાત્રા શોભાયાત્રા નીકળશે. તેમ વધુમાં ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું.

 

(3:51 PM IST)