News of Friday, 2nd October 2026
મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે ગાંધી ધૂનમાં લોકો રસતરબોળ
મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સયુંકત ઉપક્રમે આજે ‘ગાંધી જયંતિ' નિમિતે આયોજન

રાજકોટ તા.રઃ મહાનગરપાલિકાના દ્વારા ‘મોહનદાસ ગાંધી વિદ્યાલય'માં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દુર્શાવવામાં આવેલ છે. આ મ્યુઝિયમનું દેશના વડા-ધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૦૧ ઓકટોબર ૨૦૧૮ના રોજ લોકાર્પણ કરી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ.
મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સયુંકત ઉપક્રમે આજે ૨ જી ઓક્ટોબર ‘‘ગાંધી જયંતિ'' નિમિતે ‘‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ'' ખાતે સવારે ૧૧ કલાકે ‘‘ગાંધી ધૂન'' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તથા ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યુ હતું.
‘‘ગાંધી ધૂન'' કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યઓ ભાનુબેન બાબરિયા અને ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ, DCP હેતલ પટેલ, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, ગુજરાત -વાસન નિગમ લિ.ના -તિનિધિઓ-કર્મચારીઓ, ‘‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ'' એજન્સીના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં મ્યુઝિયમ મુલાકાતીઓ-શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા.
‘‘ગાંધી ધૂન'' કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ ક્રમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવોનું ચરખો-પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટએ આભાર વિધિ કરી હતી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રજી ઓક્ટોબર ‘‘ગાંધી જયંતિ'' નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો.
મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્ત ઉપક્રમે આયોજીત ‘‘ગાંધી ધૂન'' કાર્યક્રમમાં કલાકાર ઋષભ આહીર અને તેની ટીમ દ્વારા ઉપસ્થિત મેદનીને ગીત અને ધૂન ગાઈને સંગીતથી તરબોળ કરેલ અને ડોલાવેલ હતી.
(3:27 PM IST)










