<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

કારકિર્દીના ચળકાટ સાથે સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા પરેશ પી. પીપળીયા

સતાનો મુગટ શિરે, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન ચાલો ધીરે..ધીરે..

રાજકોટઃ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાનો આજે ૧૭ સપ્‍ટેમ્‍બરના જન્‍મદિવસ છે.  તેઓ  ‘પીપી'ના હુલામણા નામથી જાણીતા છે. પરેશભાઈ પીપળીયાએ ખૂબ નાની વયે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્‍યારબાદ પક્ષના સંગઠન અને યુવા મોરચામાં વિવિધ હોદાઓ પર નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી તેમણે નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે. સંગઠન પ્રત્‍યેની તેમની નિષ્ઠા, સતત જનસંપર્ક અને સેવાભાવી કાર્યશૈલીના કારણે લોકોમાં તેમની લોકપ્રિયતા સતત વધતી રહી છે. વર્ષ ૨૦૨૬ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતા જનાર્દને ફરી એક વખત તેમના પર વિશ્વાસ વ્‍યક્‍ત કરી જંગી બહુમતીથી ભવ્‍ય વિજય અપાવ્‍યો હતો.

પક્ષના સંગઠનમાં તેમની કામગીરી અને લોકોમાં રહેલી ચાહનાને ધ્‍યાનમાં રાખીને તેમને મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનપદની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. હાલ તેઓ મનપાની શાસક ટીમ સાથે ખભેખભો મિલાવીને શહેરના વિકાસ માટે પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને સાંભળવાની તેમની સહજતા અને સૌને સાથે રાખીને કાર્ય કરવાની આવડત તેમના વ્‍યક્‍તિત્‍વની વિશેષતા બની રહી છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે વિસ્‍તારના નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, કાર્યકરો તેમજ અધિકારીઆ,ે મિત્રવર્તુળ તથા શુભેચ્‍છકો, પરિવારજનો તરફથી શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે. (મો.નં-૮૧૪૦૫ ૮૬૦૮૬)

(4:03 PM IST)