<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

૩૧મીએ એ.આર. રહેમાનના ગીતોનો લાઇવ ઓરકેસ્‍ટ્રા સાથેનો સ્‍પેશ્‍યલ સંગીતનો કાર્યક્રમ : ૧૦ ગાયકો ૩૦ ગીતો પીરસશે

શિવા ફ્રેન્‍ડઝ મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા આયોજન : કથ્‍થક નૃત્‍યની પ્રસ્‍તુતી : ટિકીટ શો

રાજકોટ : ધ્‍યાનવી શુકલ પ્રેરિત અને હેમલ શુકલનો સહયોગ તેમજ સહઆયોજક હિરેન રાવલ દ્વારા આગામી તા. ૩૧ શનિવારે હેમુ ગઢવી મેઇન હોલ ખાતે રાત્રે ૯:૧પ કલાકે રાજકોટમાં સૌપ્રથમ વખત ઓસ્‍કાર વિનર સંગીતકાર એ.આર. રહેમાનનાં સુપરહીટ, સુમધુર અને લોકપ્રિય ગીતોનો લાઇવ ઓરકેસ્‍ટ્રાનો ૧૦ મ્‍યુઝીશીયનની ટીમ સાથે ટિકીટ શો થવા જઇ રહ્યો છે.

જેમાં ઓર્ગેનાઇઝર - સીંગર ધ્‍યાનવી શુકલ તથા કો-ઓર્ગેનાઇઝર તેમજ સીંગર હિરેન રાવલ સાથે અન્‍ય સીંગરો ધવલ થાનકી, સંજય ઝાલા, અમીત કટેશીયા, કિરણ ઝાલા તેમજ નીતા ડાંગર ઉપરાંત ગેસ્‍ટ સીંગર તરીકે ડૉ. પ્રયેશ પંડયા, કરણ શુકલ અને હિતાર્થ રાવલ દ્વારા ઓસ્‍કાર વિનર સંગીતકાર એ. આર. રહેમાનના સુપરહીટ ગીતો રજુ કરવાના છે. અને તેમના ગીતો પર કથ્‍થક નૃત્‍યની સુંદર કૃતિ જાનવી જાની દ્વારા રજુ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન ભાવના સોની કરશે. ર૦ કરતા પણ વધુ કલાકારો ઓન સ્‍ટેજ જોવા મળશે.

૭ ગાયકો અને ૩ ગેસ્‍ટ સીંગર, એમ કુલ ૧૦ ગાયકો દ્વારા ૩૦ ગીતો રજૂ થશે. આ મહાન સંગીતકારના ગીતો પર સંગીત રજુ કરવાની કમાન ઋષિક પરમાર (મ્‍યુઝીક ડાયરેકટર, મ્‍યુઝીક ફલાવર)ને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમલભાઇ શુકલ, જીતેન્‍દ્રભાઇ શુકલ (ખાદીગ્રામ ઉદ્યોગ, જીએમ) અને દિનેશકુમાર ધમાલ (એસઆરકે યારાના મ્‍યુઝીકલ ગ્રુપ) ધ્‍યાનવીબેન શુકલ ૯૧પ૭૦૦૩૮પ૪, હિરેનભાઇ રાવલ ૯૯૦૯ર૦ર૯૦૪, જીતેન્‍દ્ર શુકલ ૯૮રપ૭૮ર૭૧૪ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(2:44 PM IST)