તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Monday, 27th July 2026
ૐકારા - ૐદાદાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ
ગુરૂ પૂજન, ભાવાંજલી, આર્શીવચન, શકિતપાત સહિતના કાર્યક્રમો

રાજકોટ : પરમ પૂજય શ્રી ૐકારા - ૐદાદાના પાવન સાનિધ્યમાં બુધવાર, તા. ર૯ના ગુરૂપૂર્ણિમા મહોત્સવ-ર૦ર૬નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરૂપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સાંજે ૭ વાગ્યે શુભારંભ, ૭:૧પ વાગ્યે પ્રાસંગિક ઉદ્દબોધન, ૭:૩૦ વાગ્યે ગુરૂપૂજન, રાત્રે ૮ વાગ્યે શિષ્ય દ્વારા ભાવાંજલિ રજૂઆત, ૮:૧પ વાગ્યે દિવ્ય આર્શીવચન તથા શકિતપાત, ૮:૩૦ વાગ્યે દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મેસોનીક હોલ, ભૂતખાના ચોક, ઢેબર રોડ, બસ સ્ટેન્ડની બાજુમાં, રાજકોટ ખાતે યોજાશે. સમસ્ત ૐ ભક્તોને સહપરિવાર લાભ લેવા પાઠવાયું છે. વધુ માહિતી માટે મિતેશભાઇ દોશી (મો. ૯૩૭૪૯૧૯૯૩૮) નો સંપર્ક કરવો.
તસ્વીરમાં મીતેશભાઇ દોશી, હર્ષીલભાઇ શાહ, નયનભાઇ કોઠારી, ભાવેશભાઇ બાબરીયા, સુરેશભાઇ ચૌહાણ, હેમાંગભાઇ દલસાડીયા, અમીતભાઇ લોકવાણી, જીજ્ઞેશભાઇ વાગડીયા, હરેશભાઇ અઘારા, રવિભાઇ શુકલા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:24 PM IST)










