<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

દારૂ-જૂગારના ૭ ગુનામાં સામેલ જંગલેશ્વરનો નામચીન અબ્‍દુલ દુલીયો ગાંજા સાથે ઝડપાયો

એલસીબી ઝોન-૧ ટીમની બાતમી આધારે કામગીરી ડીસીપી હેતલ પટેલની સુચનાથી ઇન.પીઆઇ એસ.પી. સોઢા, પીએસઆઈ એમ.કે. મોવલિયા અને ટીમની કામગીરીઃ મનરૂપગીરી ગોસ્‍વામી અને વિરદેવસિંહ જાડેજાની બાતમી

 

 

રાજકોટ તા. ૨૧: શહેર પોલીસ દ્વારા યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ચલાવવામાં આવી રહેલ સે નો ટુ ડ્રગ્‍સ મિશન અંતર્ગત નાર્કોટીક્‍સ પદાર્થોનું વેચાણ અને સેવન અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત એલસીબી ઝોન-૧ની ટીમે જંગલેશ્વરની નામચીનની છાપ ધરાવતી રમા સંધીના જમાઇ અબ્‍દુલ ઉર્ફે દુલીયો ભીખુભાઇ ધાડા (ઉ.વ.૪૪)ને રૂા. ૭૨૭૫૦ના ૧૪૫૫ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો છે. રાજકોટના કોઇ પરપ્રાંતિય ભૈયા પાસેથી આ ગાંજો લીધાનું તે રટણ કરતો હોઇ વિશેષ તપાસ માટે રીમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

 એલસીબી ઝોન-૧ની ટીમના એએસઆઈ મનરૂપગીરી બી. ગૌસ્‍વામી તથા  હેડકોન્‍સ. વિરદેવસિંહ  જાડેજાને સંયુક્‍તમાં મળેલ ખાનગી બાતમીના આધારે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.પી. સોઢાની રાહબરી હેઠળ એલસીબી ઝોન-૧ અને ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફે જંગલેશ્વર શેરી નં. ૧૧, કનૈયા ચોક, રોયલ ફ્‌લોર મીલની સામે રોડ પર વોચ રાખી એક્‍ટિવા લઇને નીકળેલા  અબ્‍દુલ ઉર્ફે દુલીયો ભીખુભાઈ ધાડા (ઉ.વ. ૪૪-રહે. જંગલેશ્વર-૧૧, કનૈયા ચોક)ને ઝડપી પાડ્‍યો હતો. પોલીસે ડેકી આરોપી પાસેથી રૂ. ૭૨,૭૫૦ની કિંમતનો ૧૪૫૫ ગ્રામ ગાંજો, રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો વન પ્‍લસ કંપનીનો મોબાઈલ ફોન, રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું હોન્‍ડા એક્‍ટિવા, રૂ. ૧૧૨૦ ની રોકડ રકમ, એક સીમકાર્ડ તથા ૧૧૫ નંગ પારદર્શક પ્‍લાસ્‍ટીકની કોથળીઓ મળી કુલ રૂ. ૧,૨૩,૮૬૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પોલીસના કહેવા મુજબ આરોપી અબ્‍દુલ ઉર્ફે દુલીયો અગાઉ ભક્‍તિનગર અને ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબિશન, આઈ.પી.સી., જી.પી.એક્‍ટ તથા જુગાર ધારા હેઠળના ૭ ગુન્‍હાઓમાં સંડોવાયેલો ગુન્‍હાહિત ઇતિહાસ ધરાવે છે. આ અંગે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધી આગળની તપાસ આજીડેમ પોલીસને સોંપાઇ છે. દુલીયો પોતે ગાંજો કોઇ ભૈયા પાસેથી લાવ્‍યાનું રટણ કરતો હતો.

આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક તથા ડીસીપી ઝોન-૧ હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન ઇન્‍ચાર્જ પીઆઇ એસ.પી. સોઢા, એલસીબી ઝોન-૧ના પીએસઆઈ એમ. કે. મોવલીયા, એએસઆઈ હરેશભાઈ પરમાર, એએસઆઈ મનરૂપગીરી ગૌસ્‍વામી, હેડકોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, પો. હેડ કન્‍સ. નરેન્‍દ્રભાઈ ગઢવી, હેડકોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, ભક્‍તિનગરના એએસઆઈ નિલેશભાઈ મકવાણા, હેડકોન્‍સ. હરવિજયસિંહ ગોહિલ, કોન્‍સ. પ્રભાતભાઈ મૈયડ દ્વારા કરવામાં આવી છે. માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરનાર એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયાએ કર્યુ  હતું.

(2:55 PM IST)