News of Wednesday, 17th June 2026
રેસકોર્ષ રોડ પર વધારાનું લાઇટીંગ નહિ : કોર્પોરેશન પ૧ વાહનોનો ઉપયોગ ટાળશે
સ્ટેન્ડિંગ કમીટીના મહત્વના નિર્ણયો : કરકસરને અગ્રતા : સુશોભિત લાઇટીંગની બીજી વખત આવેલી દરખાસ્ત ફગાવાઇ : આઉટ સોર્સીંગથી વપરાતા રર વિભાગોના વાહનો બંધ કરાશે : પાણીના ટેન્કરનો કોન્ટ્રાકટ ૧ વર્ષ માટે મંજુર : બેઠકમાં ૧પ કરોડના વિકાસ કામોને બહાલી આપતા ચેરમેન પરેશ પીપળિયા

મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી બેઠક આજે બપોરે ૧ર કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમિટી રૂમમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં રૂા. ૧પ કરોડના વિકાસ કામોની ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, સભ્ય રાજુ અઘેરા, સંજય ચાવડા, નીલેશ હેરભા, ધૈર્ય પારેખ, અંજનાબેન મોરઝરીયા, વર્ષાબેન પાંધી તથા ડેપ્યુટી કમિશનર પથિક પટેલ સહિતના અધિકારીઓ સભ્ય નજરે પડે છે. (તસ્વીર : અભીજીત, બગથરીયા)
રાજકોટ, તા. ૧૬ : રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં ૧૩ નિયમિત દરખાસ્તો અને એક તાકીદની સહિત કુલ ૧૪ દરખાસ્તોના રૂ.૧૫ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી બેઠક આજે બપોરે ૧ર કલાકે યોજાઇ હતી જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી રેસકોર્સ રોડ પર ર-૩૦ કરોડના ખર્ચે ડેકોરેટિવ લાઇટિંગ લગાવવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી ન હતી. અગાઉની બેઠકમાં પેન્ડિંગ રહેલી આ દરખાસ્ત ફરી રજૂ કરવામાં આવી હતી, પરંતુ તેને મંજૂરી મળી શકી નહોતી.
બીજી તરફ શહેરના પાઈપલાઈન વિહોણા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર મારફતે પાણી વિતરણ માટેનો કોન્ટ્રાક્ટ એક વર્ષનો પ.૪૭ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ સ્લમ વિસ્તારો તેમજ પાણીની પાઈપલાઈન સુવિધા ન હોય તેવા વિસ્તારોમાં પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેશનના ૨૨ વિભાગોમાં આઉટર્સોસિંગ પદ્ધતિથી ઉપયોગમાં લેવાતા કુલ ૫૧ વાહનોના ઉપયોગ ન કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી. મનપાની વિવિધ શાખાઓમાં દૈનિક કામગીરી માટે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનર જો વાહનોની ઉપયોગી હશે તે જણાવશે.
જયારે મનપા માટે ૧૮.૮૮ લાખના ખર્ચે અર્બન ગ્રીનિંગ પોલીસી તૈયાર કરવા તથા રૈયા એસટીપી અને ટ્રીટેડ વોટર પમ્પીંગ સ્ટેશનનું ર વર્ષ કોમ્યુનિકેશન ૦૧ એમ. ૧.૯૮ કરોડના ખર્ચે કામ આપવા સહિતની બે દરખાસ્ત વધુ અભ્યાસ અર્થે પેન્ડીંગ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સ્ટેન્ડીંગ બેઠકમાં વોર્ડ નં. ૦૮ અને ૧૦ માં પ્રાઇવેટઝેશનથી ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલનું કામ રૂા. ૩ર,૦૩,૩૭પ ના ખર્ચે, વોટર ઓ. એન્ડ એમ. (ડ્રેનેજ) હસ્તકના (૧) મવડી (ર) વાવડી જુનું તથા (૩) પુનીતનગર જુનું સીવેજ પમ્પીંગ સ્ટેશનનાં કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ ના ૦ર (બે) વર્ષના કોન્ટ્રાકટ બાબતે રૂા. ૧,૧૬,૦૬,૧ર૩ નચ ખર્ચે, વોર્ડ નં. ૧રમાં વાવડી વિસ્તારમાં આવેલ રસુલપરા સ્કુલમાં પ્રાર્થના ખંડ બનાવવાનો ખર્ચ રૂા. ૧૩,૪૧,૩૪પ ના ખેર્ચ, આર.એમ.સી.ના જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશનો તથા સ્નાનાગારનાં પાણીને જંતુ -મુકત કરવાના કામે લીકવફીડ કલોરીન ખરીદી (૦ર વર્ષ-આરસી) , ડ્રેનેજ શાખા માટે ૦૧-નંગ સકશન મશીન ખરીદી રૂા. ૩૧,૯૦,૭૭પ ની ખર્ચ, ભાવનગર ખાતે ઇન્ટર કોર્પોરેશન ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે થયેલ રૂા. રપ,૬૭૯નો ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
(2:43 PM IST)










