News of Wednesday, 23rd September 2026
સાયબર ક્રાઇમના બે ગુનામાં ફરાર અમદાવાદનો નીકુંજ પટેલ ઝડપાયો
પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે અમદાવાદથી દબોચી લીધો શરાફી મંડળીમાં રોકાણનું કહી ૭.૭૮ લાખની ઠગાઇ કરનાર નિલેષ જોષીને પણ ગાંધીગ્રામ પીઆઇ એચ.પી. ગઢવી, પીએસઆઇ એ.બી. ઝાલાની ટીમે ઝડપી લીધો

રાજકોટઃ તા.ર૩,શહેરના સાયબર ક્રોઇમના બે ગુનામાં નાસતા ફરતા અમદાવાદના આરોપી પેરોલ ફર્લો સ્કવોર્ડે અને ઠગાઇના ગુનામાં ફરાર આરોપીને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ સાયબર ક્રાઇમના બે ગુનામાં ફરાર આરોપી નિકુંજ કાળુભાઇ પટેલ (રહે. પુષ્કર ફલોરા એપાર્ટમેન્ટ પાસે, ઇસનપુર, નારોલ રોડ, અમદાવાદ) ને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તેની ઘર નજીકથી જ ઝડપી લઇ રાજકોટ લાવી પુછતાછ શરૂ કરી છે આરોપી સામે ર૦રપ અને ર૦ર૬ માં બે ગુના દાખલ થયા હતા આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પઢીયાર, પો.સબ. ઇન્સ. એસ.બી. ઘાસુરા તથા એ.એસ.આઇ ઝહીરભાઇ ખફીક, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ તથા પો. હેડ કોન્સ. રાજદીપસિંહ ચોહાણ, જયેશભાઇ ચોસલા, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, પો. કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદિપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા ડ્રા. પો.કોન્સ. દોલતસિંહ રાઠોડે કરી હતી.
જયારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે માસથી ફરાર આરોપી નિલેષ રજનીકાંતભાઇ જોષી (રહે. અલ્કાપુરી સોસાયટી શેરી નં. ર, સદ્દગુરૂ કોમ્પલેક્ષવાળી શેરી, રૈયા રોડ) ને ગાંધીગ્રામ પોલીસે પકડી કાર્યવાહી કરી હતી. આરોપીએ અનેક લોકોને એકદંત શરાફી મંડળીમાં રોકાણ કરવાનું કહી રૂા.૭.૭૮ લાખની છેતરપીંડી કરી હતી.
આ કામગીરી એચ.પી. ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર તથા એ.બી.ઝાલા પો.સબ.ઇન્સ. તથા એ.એસ.આઇ. મેઘાબેન રોશિયા, તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, હરેશભાઇ ગોહિલ તથા પો. કોન્સ. વિશાલભાઇ દુધરેજીયા તથા મહિલા પો. કોન્સ. ભારતીબેને કરી હતી.
(4:17 PM IST)










