<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

બેડીનાકા-માધાપર વીજ સબ ડિવીઝનની નવી કચેરીઓ ટુંકમાં કાર્યરત થશેઃ રેલનગર-માધાપર ક્ષેત્રનો પ્રશ્ન ઉકેલાશે

કોંગ્રેસ અગ્રણીઓ ગાયત્રીબા વાઘેલા-અતુલ રાજાણીની વારંવારની રજૂઆતો આખરે સફળ : સ્‍વ. મુખ્‍યમંત્રી વિજયભાઇ તથા વીજ અધિકારીઓનો આભાર વ્‍યકત કરાશેઃ ટુંક સમયમાં બન્ને કચેરીઓનું ઉદઘાટન

રાજકોટ, તા. રરઃ રેલનગર વિસ્‍તાર અને જુદી જુદી ટાઉનસિપ નો વર્ષો જુનો પ્રશ્ન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો અને કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીના પ્રયાસો થી ઉકેલાયો છે.

કોંગ્રેસ અગ્રણી શ્રી ગાયત્રી બા વાઘેલા અને અતુલ રાજાણીએ ઉમેર્યુ છે કે, શહેરના વોર્ડ નંબર -૩ છેવાડાના રેલનગર વિસ્‍તાર અને નવા ભળેલ માધાપર વિસ્‍તારમા વર્ષોથી વીજળી જવાનો મોટો પ્રશ્ન હતો અને એમાય ખાસ કરી ને ચોમાસા દરમ્‍યાન તો રાત્રે ૮-૧૦ કલાક શુધી લાઈટ જતી રહેતા બેડીનાકા સબ ડીવીઝન ઉપર કામ નુ વધુ ભારણ અને સ્‍ટાફ સહિત ના સંસાધન ની અછત તેમજ માધાપર  સબ ડિવિઝન ગ્રામ્‍ય વિસ્‍તાર મા ગણાતુ હોવા ના ટેકનિકલ પ્રશ્ન અને ભૌગોલિક દ્રષ્ટિએ વિસ્‍તાર મોટો અને અટપટો હોવા ના કારણે ટેકનિકલ ક્ષતિ દૂર કરવામા અનેક પ્રશ્નો ઉપસ્‍થિત થતા હતા જેના કારણે  પોપટપરા-રેલનગર આવાસના મકાનો અને આજુબાજુની અનેક સોસાયટીઓ તેમજ માધાપર વિસ્‍તારમા આવેલ અનેક સોસાયટીઓમા વસવાટ કરતા હજારો નાગરિકો પરેશાન થતા હતા.

આ ગંભીર પ્રશ્નને લઈ આ વિસ્‍તારના જે તે સમયના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણી દ્વરા PGVCL ના ઉંચ્‍ચ અધિકારીઓ અને રાજ્‍ય સરકાર મા વર્ષો સુધી અનેકવાર રજુઆત કરેલ તેમજ જે તે સમયે રેલનગર અંડરબ્રીજના ઉદઘાટન પ્રસંગે સ્‍વ. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આ પ્રશ્નને રુબરુ વાતચીત કરી રજુઆત કરેલ જેની ફલશ્રુતિ સ્‍વરૂપ વર્ષો પછી કોંગ્રેસની મહેનત રંગલાવી અને લોકોનો વિજળીનો પ્રાણ પ્રશ્ન ઉકેલાયો છે અને એક બે દીવસ મા શાસક પક્ષ ના ઉદઘાટન સમારોહ સાથે બેડીનાકા પેટા ડીવીઝન અને માધાપર સબ ડિવિઝનની નવી કચેરીઓ કાર્યરત થશે.

આજરોજ નવી કચેરીઓ ની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત લઈ PGVCL અધિકારીઓ અને સ્‍વ પુર્વ મુખ્‍ય પ્રધાન વિજયભાઈ પ્રત્‍યે આભાર પ્રગટ કરેલ અને રાજ્‍ય સરકાર PGVCL વિભાગ અને આ વિસ્‍તાર ના ધારાસભ્‍યો આ નવી કચેરીઓ ને પુરતો સ્‍ટાફ ટેકનિકલ સાધનો જરૂરી વાહનો નુ પુરતુ સેટપ ફાળવે કે જેથી આ વિસ્‍તાર ના લોક ને વિજળી નો કોઈ ફોલ્‍ટ સર્જાય ત્‍યારે લાંબા સમય સુધી રાહ ન જોવી પડે અને કચેરીઓ તાત્‍કાલીક કાર્યરત થાય તેવી આશા વ્‍યક્‍ત કરી છે.

(3:27 PM IST)