<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

રાજકોટમાં LPG સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટરોની રાષ્ટ્રીય કક્ષાની બેઠક:પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આંદોલનની ચિમકી

આગામી 26 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં અને વિરોધ કાર્યક્રમ યોજવાની જાહેરાત

રાજકોટમાં LPG સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટરોની રાષ્ટ્રીય કક્ષાની બેઠક મળી હતી, જેમાં દેશભરમાંથી આશરે 200 જેટલા ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા ડિસ્ટ્રીબ્યુટરોએ સરકાર સામે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

  ડિસ્ટ્રીબ્યુટરોના જણાવ્યા મુજબ ખાડી યુદ્ધ બાદ સમગ્ર દેશમાં LPG ડિસ્ટ્રીબ્યુટરોની સ્થિતિ કફોડી બની છે. હવે આગામી 26 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં અને વિરોધ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં આશરે 7,500 લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

(3:38 PM IST)