<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મારવાડી યુનિવર્સિટીમાં રાષ્‍ટ્રીય સ્‍તરની બાયોલોજી હેકાથોન

 

રાજકોટઃ સ્‍થિત મારવાડી યુનિવર્સિટીના ફેકલ્‍ટી ઓફ એન્‍જિનિયરિંગ એન્‍ડ ટેકનોલોજીના બાયો ઇન્‍ફોર્મેટિક્‍સ વિભાગ દ્વારા ભારતની સૌથી મોટી રાષ્‍ટ્રીય સ્‍તરની બાયોલોજી હેકાથોન BIOTHON ૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્‍યું. આ હેકાથોનને GSBTM, DST, અને Royal Society of Biology (RSB) દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી. દેશભરની વિવિધ યુનિવર્સિટીઓ, IIT, NIT તથા અન્‍ય સંશોધન સંસ્‍થાઓના વિદ્યાર્થીઓ અને સંશોધકોએ તેમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના જ્ઞાન, સર્જનાત્‍મકતા તથા સમસ્‍યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ હેકાથોનનો મુખ્‍ય હેતુ જીવ વિજ્ઞાન ક્ષેત્રમાં નવીનતા, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને આંતરવિષયક સહયોગને પ્રોત્‍સાહન આપવાનો હતો. સાથે જ વિદ્યાર્થીઓને વાસ્‍તવિક સમસ્‍યાઓના વ્‍યવહારુ અને વૈજ્ઞાનિક ઉકેલો રજૂ કરવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડવાનો હતો. આ સ્‍પર્ધામાં ભારતના ૨૪ રાજ્‍યોમાંથી ૩૯૦ થી વધુ ટીમોએ નોંધણી કરાવી હતી, જેમાં આશરે ૧,૨૫૮ સ્‍પર્ધકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ તબક્કાના કડક મૂલ્‍યાંકન બાદ ૧૦૬ શ્રેષ્ઠ ટીમો ગ્રાન્‍ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં હેલ્‍થકેર, કળષિ તેમજ પર્યાવરણ અને જૈવવૈવિધ્‍યતા જેવા ત્રણ મુખ્‍ય ક્ષેત્રોમાં નવીન અને સમાજોપયોગી પ્રોજેક્‍ટ્‍સ રજૂ કરવામાં આવ્‍યા હતા.

(2:58 PM IST)