<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

મહંમદ રફી ફેન કલબનું સાંગીતીક નજરાણું: ‘તુમ બીન જાઉં કહા...' શનિવારે સંગીતરસીકો માટે કાર્યક્રમ

ગયકો સંતોષ કપારે (મુંબઇ), જવાલા રોય (કોલકતા), મેઘા ગાયકવાડ (નાંદેડ), સુષમા શર્મા (દિલ્‍હી) અને જયેશ પનારા (રાજકોટ)જમાવટ કરશે

રાજકોટઃ મહંમદ રફી ફેન ક્‍લબના સભ્‍યો માટે વર્ષમાં બે વાર રફીના અમર ગીતોના કાર્યક્રમો યોજે છે. જુલાઈ મહિનાની તા. ૨૫ના શનીવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે ગીતોનો એક કાર્યક્રમ ‘‘તુમ બીન જાઉં કહાં'' યોજાઈ રહ્યો છે.  જ્‍યુબિલી ગાર્ડનમાં આવેલા અરવિંદભાઈ મણિયાર હોલમાં આ કાર્યક્રમ યોજાશે જેમાં મહંમદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, સુમન કલ્‍યાણપુર ના ડ્‍યુએટ તથા સોલો ગીતો રજૂ થશે.

જાણીતા ગાયક કલાકારો સર્વ શ્રી સંતોષ કપારે (મુંબઈ), જ્‍વાલા રોય (કોલકતા), ગાયિકા મેઘા ગાયકવાડ (નાંદેડ), સુષમા શર્મા (દિલ્‍હી) સંગાથે રાજકોટ ના યુવા ગાયક જયેશ પનારા પણ ગીતો રજૂ કરશે.

સિનિયર કીબોર્ડ વિઝાર્ડ બિપિન મકવાણા,મ્‍યુઝીક ડાયરેકટર ઋષિક  પરમાર(મ્‍યુઝીક ડાયરેકટર) , પોતાના વાદક કલાકારો સાથે વાદન સંગાથ કરશે. કાર્યક્રમનું રસપ્રદ સંચાલન ભૂમિબેન વાછાણી સંભાળશે.

ગોલ્‍ડન એરાના ગીતોનાં ચાહક અને સંગીતજ્ઞ એવા શ્રી મનસુખભાઈ વેકરીયા તથા સિંઘલ પાવર પ્રેસીઝ પ્રા. લી.ના શ્રી અજીતસિંહ ચાવડા કાર્યક્રમનું મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેશે.

મહેમાન પદે સર્વ શ્રી ભરતભાઈ વાંસજાળીયા (જય દ્વારકાધીશ કોટન), અલ્‍પેશભાઈ વેકરીયા, ભરતભાઈ સાવકીયા, જાણીતા આર્કિટેક નિલેશભાઈ ભોજાણી અને રાજકોટનાં સંગીતનાં એન્‍સાઇક્‍લોપીડિયા સમાન મધુસુદનભાઈ ભટ્ટ જામનગરથી ચંદુભાઈ બારદાનવાળા ભાવનગરથી શ્રી સક્ષેના - ભુજથી- ઝવેરીલાલ સોનેજી -રશીકભાઈ મકવાણા, ભગીરથ ધોળકીયા, ભરતભાઇ સોની આપશે.

આ કાર્યક્રમ માટે સર્વ શ્રી જયભાઈ શાહ, રાજુભાઈ કાનાબાર, ચેતનભાઈ ભોજાણી, વિકીભાઈ પટેલ, હિતેશભાઈ રૈયાણી તથા વિમલભાઈ પટેલે હાજરી  શુભેચ્‍છા પાઠવી છે. તેમ શ્રી જીતેનદ્રભાઇ ડી. ભટ્ટ મો. ૯૮૨૪૫ ૭૨૪૭૨ ની યાદીમાં જણાવાયું છે. 

(3:17 PM IST)