<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

પડધરી પાસે અજાણ્‍યા યુવાનની હત્‍યા

ખોખરી ગામની સીમમાં લાશ મળીઃ લાશને ફોરેન્‍સીક પીએમ માટે રાજકોટ ખસેડાઇ : બાજુની વાડીમાં ટ્રેકટર ચાલકને પથ્‍થર મારવા બાબતે પરપ્રાંતીય યુવાનને પતાવી દીધાનું ખુલ્‍યું : પડધરી પોલીસે હત્‍યા કરનાર અન્‍ય મજુર સહિતનાની શોધખોળ હાથ ધરી

હત્‍યાનો ભોગ બનનાર યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ, તા., ૧૪ : પડધરીના ખોખરી ગામની સીમમાં અજાણ્‍યા યુવાનની હત્‍યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ખોખરી ગામની સીમમાં ૩૦ થી ૩પ વર્ષના અજાણ્‍યા યુવાનની હત્‍યા કરાયેલ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતા પડધરીના પીઆઇ મયુર ચૌહાણ તથા સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને ફોરેન્‍સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પીટલમાં ખસેડી હતી. પોલીસ સુત્રોના જણાવ્‍યા મૃતક પરપ્રાંતીય છે અને બાજુની વાડીમાં ટ્રેકટર ચાલક પર પથ્‍થર મારવા બાબતે સર્જાયેલી માથાકુટમાં બાજુની વાડીમાં રહેતા મજુરો  સહિતનાએ પતાવી દીધાનું  ખુલ્‍યું છે. પડધરી પોલીસને મૃતકની ઓળખ મળી છે. અને વેરીફાઇ કરવા તેના પરીવારજનોને  બોલાવ્‍યા છે. પરપ્રાંતીય યુવાનને પતાવી દેનાર અન્‍ય મજુર સહિતનાની પોલીસને માહીતી મળતા તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.

પ્રરપ્રાંતીય મૃતક યુવાનની ઓળખ થયા બાદ વધુ વિગતો જાહેર કરાશે. 

(3:15 PM IST)