<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

શહેરના ૩૪૧૭૦ શેરી ફેરીયાઓને લોન આપતી મનપા

નવી લોન અરજીઓ માટે સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે સંપર્ક કરવા અપીલ

રાજકોટઃ તા.૨૭: ભારત સરકારદ્વારા COVID-19 થી અસરગ્રસ્‍ત ‘‘શેરી ફેરિયાઓ માટે PM SVANidhi  યોજના  થકી તેઓની આજીવિકા પુનઃ સ્‍થાપિત કરી શકે તે હેતુથી ર્વકિંગ કેપિટલ લોન મળી રહે તે માટે ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્રારા PM SVANidhi યોજના માર્ચ-૨૦૩૦ સુધી લાગુ કરવામાં આવેલ છે, જેના ભાગ રૂપે તબક્કાવાર ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્‍થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્‍ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારશ્રીની અન્‍ય યોજનાઓનો લાભ આપવામાં આવે છે. PMSVANidhi યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્‍યવસાય કરતા કુલ-૩૪,૧૭૦ લાભાર્થીઓને સિકયુરીટી વિના લોન મળેલ છે.

હજુ પણ આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરી પ્રકારનો વ્‍યવસાય કરતા રાજકોટ શહેરના લાભાર્થીઓને NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, UPI આઈ.ડી., ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે કચેરીનો સંપર્ક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(2:42 PM IST)