તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 1st June 2026
શહેરમાં તાવ-ઉધરસ-ઝાડા ઉલ્ટીના ૧૬૦૦થી વધુ કેસ
સપ્તાહમાં મેલેરિયા અને ડેન્ગ્યુના ૧-૧ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૯૭ને નોટીસ

રાજકોટ, તા. ૧: શહેરમાં વચ્ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૬૫૭ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના કેસ નોંધાયા આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૫ મેી ૩૧ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૧૬૫૭ થી વધુ
કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ૬૩૫ તેમજ સામાન્ય તાવના ૭૧૧ અને ઝાડા ઉલ્ટીના કેસ ૩૧૫ તથા ટાઇફોઇડના ૧ સહિત કુલ ૧૬૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૬૦૯ તેમજ સામાન્ય તાવના ૧૫૧૮૮ અને ઝાડા ઉલ્ટીના કેસ ૫૬૮૪ તથા ટાઇફોઇડના ૩ તેમજ કમળાના ૩ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૯૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૮૪૪૧ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા૧૯૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૦૦થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૯૭ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
ડેન્ગ્યુ-મેલેરીયાના ૧-૧ કેસ
શહેરમાં મેલેરિયાના ૧ અને ડેન્ગ્યુના ૧ દર્દી તંત્રના ચોપડે નોંધાયા છે. જયારે સીઝનમાં એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી મેલેરીયાના ૪, ડેન્ગ્યુના ૧૬ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે
(3:21 PM IST)










