News of Friday, 18th September 2026
રાજકોટ ભાજપના પ્રભારી અનિરૂદ્ધ દવેની ઉપસ્થિતિમાં સંગઠન-કોર્પોરેટરોની બેઠકોનો ધમધમાટ
કમલમ ખાતે સવારથી સાંજ સુધી વિવિધ બેઠકો યોજાઈઃ સંગઠન, કારોબારી અને મોરચાના હોદ્દેદારો સાથે કાર્યક્રમોની સમીક્ષા : આગામી કાર્યક્રમોની સફળતા માટે ચર્ચા-વિચારણા

રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેર ભાજપના પ્રભારી અને પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં આજે રાજકોટ મહાનગર ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતે સવારથી સાંજ સુધી સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરો સાથે વિવિધ બેઠકોનો દોર યોજાયો હતો.
દર મહિને પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાતી નિયમિત બેઠકના ભાગરૂપે સંગઠનની કામગીરી તેમજ વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.
સવારના સત્રમાં રાજકોટ મહાનગર ભાજપની કારોબારી, શહેર સંગઠન તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.
જેમાં તાજેતરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંગે અનિરુદ્ધભાઈ દવેએ માહિતી મેળવી હતી અને કાર્યક્રમોના આયોજન તથા કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠક દરમિયાન સંગઠન દ્વારા યોજાયેલા કાર્યક્રમો અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમોના આયોજન, કાર્યકરોની ભાગીદારી અને સંગઠનાત્મક સંકલન સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોર્પોરેટરો સાથેની બેઠકમાં મહાનગરપાલિકા અને શહેરને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિવસ દરમિયાન અલગ-અલગ બેઠકો યોજી સંગઠનની પ્રવળત્તિઓ અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
(3:34 PM IST)










