News of Monday, 1st June 2026
માલવીયાનગર પોલીસે સાયબર ફ્રોડના ૩.૪૦ લાખ અને ખોવાયેલા ૧૫ મોબાઇલ મુળ માલિકોને સોંપ્યા
એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમા પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે ‘તેરા તુજકો અર્પણ' અંતર્ગત કામગીરી કરી

રાજકોટઃ સાયબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારોના નાણાં સમયસર પરત મળી જાય તેમજ જાહેર સ્થળો અને ભીડભાડવાળી માર્કેટમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હોઇ તે અંતર્ગત માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા કુલ ૨૨ અરજદારોને તેમના ફસાયેલા કુલ ૩,૪૦,૦૮૪ની રકમ પરત અપાવવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ ટીમ દ્વારા સીઇઆઇઆર પોર્ટલના માધ્યમથી સઘન શોધખોળ કરીને ૧૫ અરજદારોના ગુમ થયેલા ૧૫ મોબાઈલ ફોન પણ શોધી કઢાયા છે, જેની અંદાજિત કિંમત ૨,૨૫,૧૩૫ જેટલી થાય છે. ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોને કુલ ૫.૬૫ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ કમિનશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અને રાહબરીમાં પીઆઇ જે.એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. ધાંધલ, હેડકોન્સ. એસ.એસ. જાડેજા, લોક રક્ષક જયભાઈ રસિકભાઈ, તથા મહિલા લોક રક્ષક દિવ્યાબેન દિનેશભાઈ અને મિરાલીબેન કિશોરભાઈએ આ કામગીરી કરી હતી.
(2:56 PM IST)










