News of Friday, 19th June 2026
‘અકિલા’ના આંગણે ચરાડવાના મહંત પૂ.અમરગીરી મહારાજ ગુરૂ દયાનંદગીરી મહારાજ

રાજકોટઃ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ શ્રી મહાકાળી માતાજી આશ્રમના મહંત પૂ.અમરગીરી મહારાજ ગુરૂ દયાનંદગીરી મહારાજ ‘અકિલા’ના આંગણે પધાર્યા હતા. ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાએ ‘અકિલા’માં પૂ.અમરગીરી મહારાજને આવકાર્યા હતા. તેમજ ધાર્મિક અને આધ્યાત્મીક ચર્ચાઓ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂ.અમરગીરી મહારાજના ગુરૂ બ્રહ્મલીન પૂ.દયાનંદગીરી મહારાજ વર્ષોથી શ્રી મહાકાળી આશ્રમે કઠોર ઉપાસના સાથે ધાર્મિક કાર્યો અને અનેકવિધ સેવાકાર્યો કરતા હતા. તેઓના બ્રહ્મલીન થયા બાદ હવે આ પરંપરા પૂ.અમરગીરી મહારાજે જાળવી રાખી છે અને તેમના દ્વારા અનેકવિધ સેવાકાર્યો થઇ રહયા છે. ‘અકિલા’ કાર્યાલયે પૂ.અમરગીરી મહારાજ સાથે ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા નજરે પડે છે. આ તકે પૂ.અમરગીરી મહારાજના સેવકો મનોજભાઇ આચાર્ય, રાજેશભાઇ માકાસણા, રાજદિપસિંહ ઝાલા ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:38 PM IST)










