<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કાલે રાહત દરે રૂા.૩૦ (૧૦ ચોપડાનો સેટ) ચોપડા વિતરણ

રાજકોટ : શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આવતીકાલે તા.૧૬ને શનિવાર શ્‍યામ મંદિર (રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી) ખાતે સવારે ૮ વાગ્‍યાથી સ્‍ટોક સીમીત સુધી (૨૧ હજાર ચોપડા) સર્વજ્ઞાતિ માટે રાહતદરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૭૨ પેઇજના રૂા.૩૦ના (૧૦ ચોપડાનો સેટ) આપવામાં આવશે.શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત ‘‘વિદ્યાર્થી શિક્ષણ સહાય'' યોજના અંતર્ગત  દાતાઓના સહયોગથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલા હોય તેવા વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક ચોપડા સેટ, સ્‍કુલબેગ, પેડ, સ્‍ટેશનરી કીટ વગેરે વસ્‍તુઓ આપીને બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્‍સાહીત કરવામાં આવનાર છે. સાથે સંસ્‍થા દ્વારા ઉનાળાની અસહૃય ગરમીને ધ્‍યાનમાં રાખીને ચોપડા લેવા આવનાર દરેક મિત્રો માટે નિઃશુલ્‍ક ઠંડી છાશ વિતરણ કેન્‍દ્ર સ્‍થળ પર શરૂ કરવામાં આવનાર હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

આ સમગ્ર આયોજન માટે ટ્રસ્‍ટનાં પ્રમુખ નિલેશ ચાવડા, ઉપ પ્રમુખ જતીન મારૂ, મંત્રી રીતેશ ટાંક, ખજાનચી સંદીપ મકવાણા, સહમ઼ત્રી મનોજ રાઠોડ તેમજ કારોબારી સભ્‍યો વિજય રાઠોડ, નિખીલ ટાંક, જય સોલંકી, નરેન્‍દ્ર જેઠવા, નિલેશ ચોટલીયા, કમલેશ વરૂ વગેરે સેવા આપી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

(3:20 PM IST)