તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Friday, 30th October 2026
એમ. આર. શાહ ગ્રુપ દ્વારા બ્લુ એનર્જી મોટર્સના LNG ટ્રક્સનો ઉપયોગ શરૂ
આ ટ્રક ૨,૪૦૦ કિમી સુધીની રેન્જ પ્રદાન કરે છે

રાજકોટઃ તા.૩૦, એમ. આર. શાહ ગ્રુપ, ભારતની નંબર ૧ ‘ગ્રીન ટ્રક' બ્રાન્ડ ‘બ્લુ આ ટ્રક' ૨,૪૦૦ કિમી સુધીની રેન્જ પ્રદાન કરે છે, એનર્જી મોટર્સઁ (Blue Energy Motors) દ્વારા નિર્મિત, ડબલ-ટેન્ક ધરાવતા અને LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પર ચાલતા હેવી-ડયુટી ટ્રકોને સામેલ કરીને પોતાની માલ-પરિવહન કામગીરીને વધુ મજબૂત બનાવી રહ્યું છે.આ ટ્રકો કચ્છથી ઉત્તર ભારતના વિવિધ સ્થળોએ બિન-જોખમી રસાયણોનું પરિવહન કરશે. જેમાં વિસ્તળત ડ્રાઇવિંગ રેન્જ અને સ્વચ્છ ઇંધણ ટેકનોલોજી તરફના પરિવર્તનનો સમાવેશ થશે.
એમ. આર. શાહ ગ્રુપના ડિરેક્ટર શ્રી અર્ચિત અગ્રવાલે જણાવ્યું હતું કેઃ ‘‘અમારા વ્યવસાયમાં, લાંબા અંતર સુધી માલસામાનને કાર્યક્ષમ રીતે પહોંચાડવો ખૂબ જ જરૂરી છે.Blue Energy Motors ના LNG ડબલ-ટેન્ક ટ્રક કચ્છથી ઉત્તર ભારત સુધીની અમારી કામગીરી માટે જરૂરી રેન્જ પૂરી પાડે છે, અને સાથે જ વિશ્વસનીય પરિવહન તથા ફ્લીટ (વાહનોના કાફલા) ના વધુ સારા ઉપયોગમાં મદદરૂપ થાય છે.આ ટેકનોલોજી અપનાવવી એ કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સ્વચ્છ માલ પરિવહન તરફ આગળ વધવા તરફ એક વ્યવહારુ પગલું છે.''
બ્લુ એનર્જી મોટર્સના EV અને ન્યૂ એનર્જી બિઝનેસના CEO, આનંદ મિમાનીએ જણાવ્યું હતું કેઃ ઙ્કઅમે અમારા LNG-સંચાલિત હેવી-ડયુટી ટ્રકોમાં M. R. Shah ગ્રુપના વિશ્વાસને અને લાંબા અંતરના પરિવહન માટે સ્વચ્છ ઉકેલો શોધવાની તેમની પ્રતિબદ્ધતાને મહત્વ આપીએ છીએ.‘‘આ અપનાવવાની પ્રક્રિયા માલ-પરિવહન કામગીરી પ્રત્યેના એક દૂરંદેશી અભિગમને દર્શાવે છે, જેમાં કાર્યકારી કાર્યક્ષમતા અને પર્યાવરણીય જવાબદારી બંને સાથે-સાથે ચાલે છે.
(3:48 PM IST)










