<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લાયન સફારી પાર્ક ૨૦,૦૦૦ ચો.મી.માં બનવાનો હતો તો જમીન ૧૦,૧૮૫ ચો.મી. કેવી રીતે વધી ગઈ? દરખાસ્‍ત પરત

સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પીપળીયા આકરા પાણીએઃ રપ પૈકી ૮ દરખાસ્‍ત પરત : બે નામંજુર : દરખાસ્‍ત કમિશનર તરફ પરત, જમીન માપણીમાં કોની ક્ષતિ? જવાબદારી ફિક્‍સ કરી જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલાં લેવા નોટિંગઃ સ્‍ટ્રીટલાઈટની નીતિમાં ફેરફાર, વેસ્‍ટ ઝોનમાં આંગણવાડી-ટોઈલેટ, તિરંગાની સ્‍ટ્રીક, રેસકોર્સના મેદાનો-તાાનાગારોની સફાઈ તેમજ નવા સેન્‍ટ્રલ અને ગાર્ડન લાઈટિંગ સહિતના ખર્ચની દરખાસ્‍તો પણ કમિશનર તરફ પરત : હવે દરખાસ્‍તોનો ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરવા તજજ્ઞોની સલાહકાર સમિતિ રચાશે : સિવિલ વર્કમાં કેટલું સિમેન્‍ટ-સળિયા સહિતનું મટીરિયલ વપરાશે તેની પણ વિગત આપવી પડશે

રાજકોટ ,તા.૯: મહાનગરપાલિકામાં આજે મળેલી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મ્‍યુનિસિપલ કમિશનર તરફથી આવેલી અનેક દરખાસ્‍તો સામે સવાલો ઉભા થતાં કમિટીએ આકરું વલણ અપનાવ્‍યું હતું. કુલ ૨૪ પૈકી ૮ દરખાસ્‍તો પરત મોકલી દેવામાં આવી હતી, જ્‍યારે બે દરખાસ્‍તો નામંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને પ્રદ્યુમન પાર્ક પાસે નિર્માણાધીન લાયન સફારી પાર્કની જમીનમાં અચાનક ૧૦,૧૮૫ ચો.મી.નો વધારો કેવી રીતે થયો તે મુદ્દે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ અધિકારીઓ પાસે જવાબ માગ્‍યો છે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીએ હવે દરેક દરખાસ્‍તને મંજૂરી આપતા પહેલાં તેનો ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરવા માટે તજજ્ઞોની એક સલાહકાર સમિતિ રચવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત તમામ સિવિલ વર્કની દરખાસ્‍ત સાથે કામમાં કેટલું સિમેન્‍ટ, સળિયા તથા અન્‍ય સામગ્રીનો ઉપયોગ થવાનો છે તેની વિગતવાર યાદી રજૂ કરવાની દિશામાં પણ નિર્ણય લેવામાં આવ્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્‍યું હતું કે, શહેરના પ્રદ્યુમન પાર્ક પાસે નિર્માણાધીન લાયન સફારી પાર્ક માટે અગાઉ રૂ.૧૬.૬૬ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્‍યો હતો. તે સમયે ૨૦,૦૦૦ ચો.મી. જમીન પર લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું.

દરમિયાન વધારાની કામગીરી માટે વધુ રૂ.૭.૯૪ કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ આવી હતી. દરખાસ્‍તનો અભ્‍યાસ કરતાં સામે આવ્‍યું કે અગાઉ ૨૦,૦૦૦ ચો.મી. જમીન પર સફારી પાર્ક બનાવવાનું નક્કી કરાયું હતું, તેમાં હવે ૧૦,૧૮૫ ચો.મી. જમીનનો વધારો થયો છે. આ વધારાને કારણે રૂ.૭.૯૪ કરોડનો વધારાનો ખર્ચ દર્શાવવામાં આવ્‍યો છે.

૨૦,૦૦૦ ચો.મી. જમીનની માપણી બાદ વધુ ૧૦,૧૮૫ ચો.મી. જમીન કયાંથી અને કેવી રીતે વધી ગઈ? તે અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ગંભીર સવાલ ઉઠાવ્‍યો છે. અગાઉ જમીનની માપણી કરવામાં આવી ત્‍યારે કયા અધિકારીની ક્ષતિ રહી ગઈ હતી, આ ક્ષતિ માટે જવાબદાર કોણ છે અને જવાબદાર અધિકારી સામે શું પગલાં લેવામાં આવ્‍યા છે તેની તમામ વિગતો સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવા નોટિંગ સાથે દરખાસ્‍ત મ્‍યુનિસિપલ કમિશનર તરફ પરત મોકલી દેવામાં આવી છે.

લાયન સફારીનું કામ એક સપ્તાહથી ઠપ્‍પ : દિવાળી સુધી શરૂ થવા સામે પણ સવાલ

લાયન સફારી પાર્કનું કામ છેલ્લા એક સપ્તાહથી સંપૂર્ણપણે બંધ હોવાનું જાણવા મળ્‍યું છે. વધારાના રૂ.૭.૯૪ કરોડના ખર્ચની દરખાસ્‍તને પણ હાલ મંજૂરી મળી નથી ત્‍યારે કામગીરી ફરી કયારે શરૂ થશે તે નક્કી નથી. આ સ્‍થિતિમાં દિવાળી સુધી રાજકોટવાસીઓને લાયન સફારી પાર્કની મોજ માણવા મળશે નહીં તેવું લગભગ નિヘતિ માનવામાં આવી રહ્યું છે.

કરોડોના ખર્ચની અન્‍ય દરખાસ્‍તો પણ પરત

સ્‍ટેન્‍ડિંગ કમિટીએ અન્‍ય અનેક ખર્ચની દરખાસ્‍તોને પણ કમિશનર તરફ પરત મોકલી છે. જેમાં સ્‍ટ્રીટલાઈટ સુવિધા આપવાની નીતિમાં સુધારો, વેસ્‍ટ ઝોનમાં જુદી જુદી જગ્‍યાએ પે એન્‍ડ યુઝ ટોઈલેટ અને આંગણવાડી બનાવવા રૂ.૨.૪૪ કરોડનો ખર્ચ, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાની સ્‍ટ્રીક ખરીદવા રૂ.૯ લાખનો ખર્ચ તથા રેસકોર્સ સંકુલ હસ્‍તકના વિવિધ મેદાનો અને તાાનાગારોની હાઉસકીપિંગ કામગીરી માટે રૂ.૧.૧૯ કરોડના ખર્ચની દરખાસ્‍તનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રેસકોર્સ લોકમેળા ગ્રાઉન્‍ડની અંદર બંને બાજુ બાળ ક્રીડાંગણ તથા બગીચા સિવાયના વિસ્‍તારમાં સફાઈ માટે રૂ.૧.૧૨ કરોડ, લાઇબ્રેરીની સફાઈ માટે રૂ.૬૬.૬૬ લાખ, કોર્પોરેશન હસ્‍તકની બિલ્‍ડિંગોના એસી, વોટર કુલર વગેરેની સર્વિસ, રિપેરિંગ અને ખરીદીની કામગીરીનો કોન્‍ટ્રાક્‍ટ તેમજ નવા સેન્‍ટ્રલ લાઈટિંગ, ગાર્ડન લાઈટિંગ અને આનુષંગિક કામગીરીનો કોન્‍ટ્રાક્‍ટ આપવા સહિતની કુલ ૮ દરખાસ્‍તો પરત મોકલવામાં આવી છે. જ્‍યારે બે દરખાસ્‍તોને નામંજૂર કરવામાં આવી છે.

હવે ‘આંખ મીંચીને મંજૂરી' નહીં : દરેક ખર્ચની થશે ઝીણવટભરી ચકાસણી

સ્‍ટેન્‍ડિંગ કમિટીના આજના નિર્ણયોથી મનપાના અધિકારી તંત્રને સ્‍પષ્ટ સંદેશ આપવામાં આવ્‍યો છે કે હવે માત્ર ખર્ચના આંકડા સાથેની દરખાસ્‍ત રજૂ કરવાથી કામ નહીં ચાલે. દરખાસ્‍ત પાછળની જરૂરિયાત, અંદાજ, જથ્‍થો અને ખર્ચની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. ખાસ કરીને સિવિલ વર્કમાં કેટલું સિમેન્‍ટ, કેટલા સળિયા અને અન્‍ય કેટલી સામગ્રી વપરાશે તેની વિગતો પણ રજૂ કરવી પડશે.

દરખાસ્‍તોનો ટેક્રિકલ અને નાણાકીય અભ્‍યાસ કરવા તજજ્ઞોની સલાહકાર સમિતિ રચવાનો નિર્ણય પણ મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. એક જ બેઠકમાં ૮ દરખાસ્‍તો પરત મોકલી અને બે નામંજૂર કરીને ચેરમેન પરેશ પીપળિયાની આગેવાની હેઠળની સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ખર્ચ અને કામગીરીમાં ગેરસમજ, ક્ષતિ કે અસંગતતા જણાશે તો જવાબદારી ફિક્‍સ કરીને આકરા પગલાં લેવાશે તેવો સંકેત આપી દીધો છે.

(3:43 PM IST)