News of Thursday, 9th July 2026
શાપર-વેરાવળ પાસે પિસ્તોલ કાર્ટીસ સાથે એમપીના શખ્સને એલસીબીએ ઝડપી લીધો.
પકડાયેલ અબલા ઉર્ફે રાજૂએ રાકેશ ડાવર પાસેથી હથિયાર લીધાની કબુલાત આપતા રાકેશની શોધખોળ

રાજકોટ તા. ૧ર :.. શાપર-વેરાવળ પાસે રૂરલ એલસીબીએ એમ. પી. ના શખ્સને ગેરકાયદે પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.
રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર એ ગેરકાયદે હથિયારો શોધી કાઢવા આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબીના પી. આઇ. જે. પી. રાવ, પીએસઆઇ એચ. સી. ગોહીલ, આર. બી. ભીમાણી, તથા કે. એમ. ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એલસીબીના હેડ કો. શિવરાજભાઇ ખાચરને મળેલ બાતમી આધારે શાપર-વેરાવળના કાંગસીયાળી ગામ પાસે ખોડીયાર હોટેલ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા અબલા ઉર્ફે રાજુ ઉર્ફે અભેસિંહ સ/ઓ. કાકુભાઇ ઉર્ફે ફતેસીંગ વરસીંગભાઇ પરમાર (ઉ.વ.૩૩) ધંધો ડ્રાઇવીંગ રે. ખેડા ગામ નાથુફળી તા. રાણાપુર જી. જાંબુઆ મધ્યપ્રદેશને અટકાવી તલાસી તેના કબ્જામાંથી ગેરકાયદે પિસ્તેલ, બે જીવતા કાર્ટીસ તથા એક માોબાઇલ કિ. ર૦,૦૦૦ મળી આવતા તેને પકડી પાડી તેની સામે શાપર-વેરાળ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.
પકડાયેલ અબલા ઉર્ફે રાજૂએ આ હથિયાર રાકેશ ડાવર પાસેથી લીધાની કબુલાત આપતા રાકેશ ડાવરની શોધખોળ હાથ ધરાઇ છે.
(2:21 PM IST)










