<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કુવાડવા પોલીસનો દરોડોઃ જૂગાર રમતાં ૪ શખ્‍સ પકડાયા

ભાવેશભાઇ મકવાણાની બાતમીથી પીઆઇ વસાવા અને ટીમની કાર્યવાહીઃ ૧૫ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧૮: રાજકોટ અમદાવાદ હાઇવે  પર કુવાડવા નજીક  શાંતિ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં પટમાં બેસી જૂગાર રમતાં ૪ શખ્‍સોને પકડી લેવાયા હતાં.

કુવાડવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે કોન્‍સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમી પરથી દરોડો પાડી રોહિત સવજીભાઈ કુંડારીયા (ઉ.વ. ૩૭, રહે. હરીધવા રોડ ન્‍યુ સુભાષ શેરી-૧), સંદિપ ખીમજીભાઈ ધલવાણીયા (ઉ.વ. ૪૦, રહે. સોમનાથ સોસાયટી, આજીડેમ ચોકડી), ભુપત જીલુભાઈ બાંભવા (ઉ.વ. ૪૮, રહે. આનંદનગર કોલોની બી-૮૭૨) અને ગોપાલ છેલાભાઈ બાંભવા (ઉ.વ. ૩૭, રહે. ગ્રીનલેન્‍ડ ચોકડી, શીવનગર-૧)ને પકડી લઇ રૂા. ૧૫૫૮૦ની રોકડ અને  ગંજીપાના કબ્‍જે કર્યા હતા. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં આ દરોડામાં  એએસઆઇ કે. વી. જાડેજા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષી પણ જોડાયા હતા.

(3:45 PM IST)