<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટમાં શનિ-રવિ યોજાશે એક્‍ઝિબિશન કમ સેલ

ભોજલરામ ઉત્‍કર્ષ ભવન ખાતે ૭૦ જેટલાં સ્‍ટોલ ઉભા કરાશે : તમામ સંચાલન મહિલાઓ જ સંભાળશે

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા બે દિવસીય એક્‍ઝિબિશન અને સેલનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ એક્‍ઝિબિશન કમ સેલ તા.૧૯ અને ૨૦ સપ્‍ટેમ્‍બરના રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આસ્‍થા સોસાયટીના ગેટની અંદર આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્‍કર્ષ ભવન ખાતે ગોઠવવામાં આવેલ છે. જેમાં મહિલા દ્વારા વિવિધ વસ્‍તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા મહિલા ઉત્‍થાનના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્‍યારે આવા જ એક ઉમદા હેતુ સાથે મહિલાઓની આવકમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે પગભર બની શકે તેવા ઉદ્દેશથી તા.૧૯-ર૦ શનિ, રવિ બે દિવસ સવારે ૮ થી સાંજના ૭ વાગ્‍યા સુધી વિવિધ વસ્‍તુઓનું એક્‍ઝિબિશન અને સેલ યોજાશે.

એક્‍ઝિબિશનમાં લેડીઝ ગારમેન્‍ટ, ચિલ્‍ડ્રન ગારમેન્‍ટ, હેન્‍ડલુમ આઈટમ, રમકડાં, હર્બલ પ્રોડક્‍ટ, ઈમિટેશન જ્‍વેલરી, હેન્‍ડબેગ, ફૂટવેર, કિચનવેર આઈટમ, નવરાત્રિ કલેક્‍શન, આર્ટ એન્‍ડ ક્રાફ્‌ટ આઈટમ, હોઝિયરી આઈટમ, લાઈવ ફૂડ વગેરે વસ્‍તુના ૭૦ જેટલા સ્‍ટોલ રાખવામાં આવ્‍યા છે.

ત્‍યારે આ બે દિવસીય એક્‍ઝિબિશન કમ સેલમાં પધારવા રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારમાંથી સૌને આમંત્રણ પાઠવાયું છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ  વિગત વર્ણવતા કિરણબેન હરસોડા, રાજશ્રીબેન માલવીયા, ચંદ્રીકાબેન ચોવટીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:48 PM IST)