News of Monday, 23rd November 2026
કેશુભાઇ મહેતા આંખની હોસ્પિટલની ૧ર૧ વર્ષની સેવાયાત્રા નિમિતે શનિવારે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને વેરાવળ ઇન્ડસ્ટ્રી. એસો.ના સંયુકત ઉપક્રમે

રાજકોટ, તા. ર૩ : રાજકોટની કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલની સ્થાપનાના ૧૨૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે શાપર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તથા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કેમ્પમાં નિષ્ણાત નેત્રરોગ તબીબો દ્વારા આંખોની તપાસ, નિદાન અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પ તા. ૨૮ શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ટીલારા ગેટની અંદર, શાપર ખાતે યોજાશે. ડૉ. અજય મહેતા અને ડૉ. તેજલ મહેતાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની નિષ્ણાત ટીમ દર્દીઓને સેવા આપશે.
આ સેવાકીય પહેલમાં દાતા મીનલ રાજેશ કાપડિયા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓનાં વિનામૂલ્યે મોતિયાનાં ઓપરેશન માટે આર્થિક સહયોગ આપવામાં આવશે. આ સહયોગથી દર્દીઓને સ્પષ્ટ દૃષ્ટિની ભેંટ સાથે રોજિંદા જીવનમાં સ્વાવલંબન અને ગૌરવપૂર્વક જીવવાની તક મળી શકશે. કેમ્પ અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણી (લેન્સ) આરોપણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ બેતાળાનાં ચશ્માનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે. કેમ્પનો લાભ લેવા નિઃશુલ્ક રજિસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે મો. ૮૯૮૦૯ ૦૩૦૩૪ ઉપર સંપર્ક કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૦૫માં ડૉ. નરસીભાઈ ટી. મહેતા દ્વારા સ્થાપિત કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ ૧૨૧ વર્ષથી આંખની સારવાર ક્ષેત્રે સેવાઓ આપી રહી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તે ફખ્ગ્ણ્ની પૂર્ણ માન્યતા ધરાવતી સૌરાષ્ટ્ર-કચ્છની એકમાત્ર આંખની હોસ્પિટલ છે.
(12:09 PM IST)










