News of Friday, 6th November 2026
લક્ષ્મીવાડીમાં રહેતાં જીતેન્દ્રભાઇ લાલકીયાનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૬: લક્ષ્મીવાડી શેરી નં. ૧૬/૧ના ખુણે રહેતાં જીતેન્દ્રભાઇ મનસુખભાઇ લાલકીયા (ઉ.વ.૫૭) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એબ દિકરો અને બે દિકરી છે. પેરેલિસિસ એટેક આવ્યો હોઇ પોતે નિવૃત જીવન જીવતા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે મૃત્યુનં ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવ્યુ઼ હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(10:53 AM IST)










