<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

કારમાં ૨૫૦ લીટર દેશી દારૂ લઇને નિકળતા જયંતી જાંબુકીયા પકડાયો

માલીયાસણ ગામ પાસે કુવાડવા રોડ પોલીસનો દરોડોઃ ચોટીલાના ખાટડીના વલકુ કાઠીનું નામ ખૂલ્‍યુ


 

રાજકોટ તા. ૩ :.. રાજકોટ નજીક માલીયાસણ ગામે પ્રાથમિક શાળા નજીક કારમાંથી કુવાડવા રોડ પોલીસે રૂા. પ૦ હજારના રપ૦ લીટર દેશી દારૂ સાથે એકને ઝડપી લીધો હતો.

કુવાડવા રોડ પોલીસના જમાદાર એમ. કે. રબારી, ભાગ્‍યેશભાઇ પરમાર સહિતના સ્‍ટાફે માલીયાસણ ગામે પ્રાથમિક શાળા પાસે દરોડો પાડી દેશી દારૂ ભરેલી કાર લઇને નિકળેલા જયંતી ઘુઘાભાઇ જાંબુકીયા (ઉ.વ.૪પ રહે. મનહરપુર-૧, જામનગર રોડ) ને પકડી લીધો હતો. કારની તલાસી લેતા તેમાંથી રૂા. પ૦ હજારની કિંમતનો રપ૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ, કાર સહિત રૂા. ૩.પ૦ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આરોપીની પુછતાછમાં વલકુ કાઠી (રહે. ખાટડી, તા. ચોટીલા)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે

(2:56 PM IST)