<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

દારૂ સહિત ૯ ગુનામાં સંડોવાઇ ચુકેલો જેસીંગ ઉર્ફે જયસુખ પાસામાં ધકેલાયો

પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા અને ટીમ દ્વારા વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલવા કવાયત

રાજકોટ, તા.૨૪: શહેરના ત્રણ પોલીસ મથકમાં વિદેશી દારૂના ૮ સહિત કુલ ૯ ગુનામાં સંડોવાઇ ચુકેલા શખ્‍સને પીસીબીએ પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રોહીબીશનની પ્રવૃતિ કરનારા શખ્‍સો સામે અટકાયતી પગલા લેવા આપેલી  સુચનાને ધ્‍યાને લઇ અગાઉ દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલા જેસીંગ ઉર્ફે જયસુખ કેશુભાઇ મકવાણા(ઉ.વ. ૨૬ રહે લીલી સાજડીયાળી, તા.રાજકોટ)ની પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાએ પાસા દરખાસ્‍ત તૈયારી કરીમોકલતા પોલીસ કમિશનરે પાસા હેઠળ અટકાયત કરવા સુચના જેસીંગ ઉર્ફે જયસુખની પાસા તળે અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને વડોદરા જેલામં ધકેલી દેવા તજવીજ હાથ ધરી હતી.

જેસીંગ ઉર્ફે જયસુખ અગાઉ ક્રાઇમ બ્રાંચ, ભકિતનગર અને આજી ડેમ પોલીસ મથકમાં દારૂના ૮ સહિત ૯ ગુનામાં સંડોવાઇ ચૂકયો છે.

આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેઙ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પ્રદીપસિંહ સરવૈયા, પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા.પો.હેઙ.કોન્‍સ. જયેશભાઇ ગઢવી, મહીલા પો.કોન્‍સ. દીપલબેન ચૌહાણે  કરી હતી.

(2:57 PM IST)