<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ઈન્‍ફિનિટી લેડીઝ ક્‍લબ દ્વારા ફિયર-૨ ફેરોસીટી સાથે વુમન પાવર મીટ બીઝનેસ સેમીનાર

મહિલાઓએ નવા બીઝનેસની શરુઆત કેમ કરવી, બીઝનેસ કેમ વધારવો સહિતના પ્રશ્‍નો અંગે હર્ષલ સેવકનું વકતવ્‍ય

રાજકોટઃ ઈન્‍ફિનીટી લેડીઝ ક્‍લબ દ્વારા ફિયર-૨ ફેરોસીટી સાથે વુમન પાવર મીટ બીઝનેસ સેમીનારનું આયોજન ૨૪ એપ્રિલ, શુક્રવારના રોજ બપોરે ૩ વાગ્‍યાથી હોટલ કે.રોઝ, લીમડા ચોક, શાસ્‍ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં એક્‍સપર્ટ ટ્રેનર સી.એ.હર્ષલભાઈ સેવક દ્વારા મહિલાઓને નવા બીઝનેસની શરૂઆત કેમ કરવી, તમારો ચાલુ બીઝનેસને કેમ વધારવો, તમારૂ પોતાનું વ્‍યક્‍તિત્‍વનો વિકાસ, લીડરશીપ સ્‍કીલ ડેવલપમેન્‍ટ સાથે સાથે નેટવર્કીંગ દ્વારા નવા સંપર્કોની તક અને મહિલાઓને જીવવાના ઘણા પ્રશ્‍નોની મુંજવણ પણ ત્‍યાં સેમીનારમાં જ લાઈવ ઉકેલવામાં આવશે.

આ તમામ પ્રશ્‍નનું એક પ્રશ્‍નોનું નિવારણ એટલે વુમન પાવર મીટ જેમાં રજીસ્‍ટ્રેશન કરવા માટે રચનબેન રૂપારેલ (મો.૯૮૮૦૬ ૬૯૯૫૭), હિરબેન રાણપરા (મો.૯૦૩૩૩ ૩૩૦૦૮), નિધિબેન લાખાણી (મો.૯૨૨૭૫ ૭૩૧૮૧), દિવ્‍યાબેન દત્તાણી (મો.૯૭૨૭૯ ૩૩૮૨૮)નો સંપર્ક કરી શકાય છે. જેની ફી રૂ.૨૦૦ રાખેલ છે.

સેમીનારને સફળ બનાવવા રચનાબેન, હિરબેન રાણપરા, નિધિબેન લાખાણી, દિવ્‍યાબેન દત્તાણી, વીશ્રૃતી બારડ, સી.એ.હર્ષલભાઈ સેવક જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:50 PM IST)