<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

બાળકોને જંકફૂડથી દુર રાખવા હોય તો, માતા પિતા પણ દુર રહેઃ ડો.વસુંધરા સાગંવાન

બાળકોને મેચ્‍યોર થયા પહેલા સ્‍વતંત્ર મોબાઈલ આપવાના ભયસ્‍થાનો સહીત વાલીઓને મુંજવતા સવાલોના જવાબો કોઈ સિદ્ધ હસ્‍ત મોટીવેશન સ્‍પીકર માફક વોકહાર્ટના જાણીતા સાયકીયાસ્‍ટ્રીક ફિજિશીયન દ્વારા, ડો.ભાવનાબેન શીંગાળાના માધ્‍યમ દ્વારા અપાયા.... નર્સરીથી માંડી, બોર્ડના સંખ્‍યાબંધ સ્‍ટુડન્‍ટોનું શિલ્‍ડ સાથે અભ્‍યાસ કીટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું: સાદા છતાં ગૌરવપૂર્ણ સમારોહ માટે ડો.વસુંધરા સાગંવાન સહિતના અગ્રણીઓ અને મહેમાનો દ્વારા આયોજકો પર અભિનંદનવષર્યા અપરંપાર.... ઉત્‍કર્ષ ક્‍લબના પ્રમુખ રીટાબેન કોટક, અલકાબેન લાલ, ભાવનાબેન શીંગાળા, રશ્‍મિબેન પજવાણી, વંદનાબેન માથેક, દીપાલીબેન પોપટ, વૈશાલીબેન છાટબાર, મહેક પજવાણી, કરીશા શિંગાળા, વૈશાલીબેન મરડિયા સહીત ટીમ દ્વારા અનેરૂ આયોજન

રાજકોટ, તા.૧: બાળકને જંકફૂડ ખાતા રોકવા હોય તો સહુ પ્રથમ તો માતા પિતા કે પરિવારે આવા ફુડની પોતાના ઘરમાં એન્‍ટ્રી રોકવી જોઈએ, બાળક ૧૦ કે ૧૨નો અભ્‍યાસ કરતો ન થાય ત્‍યાં સુધી તેની પાસે પોતાનો સ્‍વતંત્ર મોબાઈલ ન હોવો જોઈએ, આ પ્રકરના વાલીઓને મુંજવતા અનેક સમસ્‍યાઓના ખૂબ સરળ અને તાર્કિક ભાષામાં   જવાબો એક સિદ્ધ હસ્‍ત મોટી વેસન સ્‍પીકર સ્‍ટાઇલથી વૉક હાર્ટ હોસ્‍પિટલના જાણીતા ડોક્‍ટર વસુધરાજે. બાંગરવા દ્વારા આપવામા આવેલ.

ડો. વસુધરા જે. બાંગરવા, જાણીતા મહિલા અગ્રણી રીટાબેન કોટકના પ્રમુખપદ નીચે ઉત્‍કર્ષ ક્‍લબ દ્વારા આયોજિત નાત જાતના ભેદભાવ વગર બાળકોને પાયાથી પ્રોત્‍સાહિત કરવા નસૅરીથી માંડી ધોરણ સુધીના વિધાર્થી, વિદ્યાર્થીઓના સરસ્‍વતિ સન્‍માન સમારોહમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને વાલીઓથી ખીચોખીચ સમારોહમાં વાલીઓના અનુરોધથી અનેકવિધ સામજિક અને શૈક્ષણિક સંસ્‍થા સાથે સંકલડાયેલ ભાવનાબેન શીંગાળાના માધ્‍યમથી પુછાંયેલ સવાલોના જવાબ આપેલ. કોઈ પ્રકારની તૈયારી વગર ખૂબ નિખાલસતાથી આપેલ, જવાબોથી વાલીઓ દ્વારા તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવેલ.વૉકહાર્ટ હોસ્‍પિટલના માર્કેટિંગ વિભાગના કાર્તિકભાઈ ઉધ્‍યાયાય, બજાજ કેપિટલ, નીલમ ચા વિગેરે સાથે વિવિધ દાતાઓ, શ્રેષ્‍ઠીઓ, દાતાઓના સહયોગ દ્વારા તમામ સ્‍ટુડનટોને શિલડ સાથે તેમને ઉપયોગી આકાર્ષક શિલ્‍ડ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.                     

ડો. વસુધરા જે. બાંગરવા, જાણીતા મહિલા અગ્રણી રીટાબેન કોટકના પ્રમુખપદ નીચે ઉત્‍કર્ષ ક્‍લબ દ્વારા આયોજિત નાત જાતના ભેદ ભાવ વગર બાળકોને પાયાથી પ્રીત્‍સાહિત કરવા નસૅરીથી માંડી ધોરણ સુધીના વિધાર્થી, વિધાર્થીઓના સરસ્‍વતિ સન્‍માન સમારોહમાં વિધાર્થીઓ, વિધાર્થીનીઓ અને વાલીઓથી ખીચો ખીચ સમારોહમાં વાલીઓના અનુરોધ થી અનેકવિધ સામજિક અને શક્ષણિક સંસ્‍થા સાથે સંકલડાયેલ ભાવનાબેન શીંગાળાના માધ્‍યમથી પુછાંયેલ સવાલોના જવાબ આપેલ. કોઈ પ્રકારની તૈયારી વગર ખૂબ નિખાલસતાથી આપેલ, જવાબોથી વાલીઓ દ્વારા તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવેલ.

વોકહાર્ટ હોસ્‍પિટલના માર્કેટિંગ વિભાગના કાર્તિકભાઈ ઉધ્‍યાયાય, બજાજ કેપિટલ, નીલમ ચા વિગ્રેરે સાથે વિવિધ દાતાઓ, શ્રેષ્ટીઓ, દાતાઓના સહયોગ દ્વારા તમામ સ્‍ટુડનટોને શિલડ સાથે તેમને ઉપયોગી આકાર્ષક શિલ્‍ડ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.

કાર્યક્રમમાં અકિલા પરિવારના વરિષ્ઠ પત્રકાર, કોલમિનીસ્‍ટ, જગદીસભાઈ ગણાત્રા, રઘુવંશી સમાજના અગ્રણી ભુપેન્‍દ્રભાઈ કોટક સહીતના અગ્રણીઓ હાજર રહેલા. કોટક સ્‍કૂલ ખાતે યોજાયેલ આ સાદા અને ગૌરવવંતા સમારોહ માટે પ્રમુખ રીટાબેન કોટકની રાહબરીમાં અલકાબેન લાલ,    ભાવનાબેન શિંગાળા, રશિમબેન પજવાણી, વંદનાબેન મરથક, દિપાલીબેન પોપટ,   વૈશાલીબેન છાંટબાર, મહેક પજવાણી, કરીશા શિંગાળા, વૈશાલીબેન મારડીયા વગેરે બહેનોએ બાળકોના પ્રતિભા સન્‍માન સમારોહ માટે કાર્યરત રહયા હતા.

(2:40 PM IST)