News of Saturday, 18th July 2026
નીટ યુજીના પરિણામમાં હિયા વસાવડા ૬૯૭ ગુણ સાથે દેશમાં ૪૩માં ક્રમે ઉતિર્ણ
સફળતાનો યશ માતા-પિતા અને શિક્ષકોને આપતી હિયા વસાવડા

રાજકોટ, તા. ૧૮: નીટ યુજી ૨૦૨૬ માં હિયા વસાવડાએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કરેલ ટોપ ૨૦ ફિમેલ માં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
નીટ યુજી ૨૦૨૬ માં હિયા જસ્મીનભાઈ વસાવડાએ ૭૨૦ માંથી ૬૯૭ માર્ક મેળવી સમગ્ર દેશમાં ૪૩ મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. હિયા વસાવડાએ ગુજરાતમાં ચોથો ક્રમ અને કન્યાઓની શ્રેણીમાં ઙ્કથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. બાયોલોજી વિષયમાં કુલ ૩૬૦ ગુણમાંથી ૩૬૦ ગુણ મેળવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્કિંગની દ્રષ્ટિથી ૨૨ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, તેમાં ૪૩ મી ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કરી છે.
જાણીતા કેન્સર સર્જન શ્રી જસ્મીનભાઈ ચંદ્રશેખરભાઈ વસાવડા અને વરિષ્ઠ પિડિયાટ્રિશિયન પ્રોફેસર હલક વસાવડા ની સુપુત્રી અને મૂળ માંગરોળના વતની શ્રી ચંદ્રશેખરભાઈ અને માયાબેનની પૌત્રી તથા મૂળ રાજકોટના વતની સ્વર્ગસ્થ જગદીશભાઈ જોશીપુરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જાણીતા પ્રશિક્ષક શ્રીમતી દીપ્તિ જોષીપુરા ની દોહિત્રી સમગ્ર દેશમાં પ્રથમ ૫૦ ના રેન્કિંગમાં સ્થાન મેળવી અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પોતાની આ સફળતાનો યશ માતા પિતા તેમજ પ્રશિક્ષક ને આપવાની સાથે હિયા વસાવડાએ જણાવ્યું હતું કે ખાસ કરીને નીટ યુ જી ની પરીક્ષા સંદર્ભે જે સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધી જાય છે તેમાં મારા પરિવારજનોએ અને પ્રશિક્ષકોએ સતત જીવંત રીતે મારી સાથે વાતચીત અને સાથોસાથ આત્મવિશ્વાસ વધારતા પ્રસંગો અને પરીક્ષા સંદર્ભે મક્કમ સંકલ્પ સહિતની બાબતે મને સ્ટ્રેસ લેવલથી ખૂબ જ દૂર રાખી હતી અને તેને કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે, ધોરણ ૧૦ માં પણ હિયા વસાવડાએ અમદાવાદ કેન્દ્રમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું
(2:09 PM IST)










