<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

પડધરી તાલુકા પંચાયતના સદસ્‍ય રાજકોટના ૪૪ વર્ષિય કમલેશભાઇ પીપળીયાનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

મેંગો માર્કેટ પાસે ખોડલ પાર્કમાં રહેતાં હતાં: આ સોસાયટીના પ્રમુખ હતાં: અગાઉ વોર્ડ નં. ૪માં કોંગ્રેસના પ્રમુખ પદે હતાં: ખોડલધામ ઇસ્‍ટઝોનના પણ સભ્‍ય

રાજકોટ તા. ૧: શહેરના કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે ખોડલધામ રેસીડેન્‍સીમાં રહેતાં પડધરી તાલુકા પંચાયતના સદસ્‍ય કલ્‍પેશભાઇ છગનભાઇ પીપળીયા-પટેલ (ઉ.વ.૪૪)નું હૃદય બેસી જતાં મૃત્‍યુ થતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ખોડલધામ રેસીડેન્‍સીમાં રહેતાં કલ્‍પેશભાઇ પીપળીયા વહેલી સવારે ચારેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક તબીયત બગડી હતી. છાતીમાં દુઃખાવો શરૂ થતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ નિપજ્‍યું હતું. બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

કલ્‍પેશભાઇબે ભાઇમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ ઇમિટેશનનો વેપાર કરતાં હતાં. સાથે પડધરી તાલુકા પંચાયતમાં થોરીયાળી ખોડાપીપર બેઠકના હાલના સદસ્‍ય હતાં. અગાઉ તેઓ શહેરના વોર્ડ નં. ૪ના કોંગ્રેસના પ્રમુખ પદે રહી ચુક્‍યા હતાં. તેમજ હાલમાં ખોડલધામના ઇસ્‍ટઝોનના સદસ્‍ય તરીકે કામ કરતાં હતાં. આ ઉપરાંત તેઓ રહે છે એ ખોડીયાર રેસીડેન્‍સીના પણ તેઓ પ્રમુખ હતાં. સગાના કહેવા મુજબ હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હતો. બનાવની જાણ થતાં મોટી સંખ્‍યામાં સગા સંબંધીઓ, મિત્રો, સ્‍નેહીઓ મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતાં. માસુમ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પીપળીયા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(11:59 AM IST)