<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

શુક્રવારથી બાબા બાગેશ્વરની હનુમંત કથા

રેસકોર્ષ મેદાનમાં વિરાટ આયોજનઃ ર૪ ખંડમાં બેઠક વ્‍યવસ્‍થાઃ વિશાળ એલઇડી સ્‍ક્રીનઃ પાર્કિંગની અલાયદી સુવિધાઃ વિરાટ સ્‍ટેજઃ વીમા કવચની સુરક્ષાઃ સમગ્ર આયોજન અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા આયોજકો

પૂ. બાબા બાગેશ્વરધામની કથા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા ઉદ્યોગકાર કિશોરભાઇ ખંભાયતા, આશિષભાઇ શુકલ, રાજેશભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઇ શિંગાળા, વિજયભાઇ પારખિયા વગેરે નજરે પડે છે. કથાની તડામાર તૈયારી પણ તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩: આગામી શુક્રવારથી ત્રણ દિવસ રાજકોટમાં ઐતિહાસિક હનુમંત કથાનું આયોજન થયું છે. પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા બાબા બાગેશ્વર વ્‍યાસપીઠ પર બિરાજમાન થશે. આયોજકોએ સમગ્ર વ્‍યવસ્‍થા અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે તારીખ ૫-૬-૭ જૂન સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજીત ‘સનાતન સેતુ હનુમંત કથા' ની સંપૂર્ણ વ્‍યવસ્‍થાને આખરી ઓપ અપાઇ ગયો છે. ભવ્‍ય સ્‍ટેજ, સમગ્ર ગ્રાઉન્‍ડમાં ૨૪ ખંડમાં વિભાજીત બેઠક વ્‍યવસ્‍થા, (ગંગા, યમુના સરસ્‍વતી, ગોદાવરી,) પવિત્રના નદીઓના નામ ઉપર ખંડના નામ આપવામાં આવ્‍યા છે, વિશાળ એલીડી સ્‍ક્રીન, અધ્‍યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, અધ્‍યતન સીસી ટીવી કેમેરા તેમજ વીમા કવચ સાથે સુંદર વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે.

રાજકોટમાં આગામી તા.૫-૬-૭ ને શુક્રવાર, શનિવાર અને રવિવાર જુન માસમાં ત્રિદિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા'નું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન  રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે કરવામાં આવેલ છે, બીજા દિવસે બાબાનો દિવ્‍ય દરબાર ભરાશે. સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિના મુખ્‍ય આયોજક સમિતિના અધ્‍યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રીકિશોરભાઈ  ખંભાયતા, (ડુનેક્ષ) આશિષભાઈ શુક્‍લ, રાજેશભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા, વિજયભાઈ પારખીયા વ્‍યવસ્‍થાની સંપૂર્ણ માહિતી આજરોજ મેદાન ખાતે આપેલ હતી.

સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિ દ્વારા રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે આયોજિત બાબા બાગેશ્વર ધામ દ્વારા સનાતન સેતુ હનુમત કથામા ગ્રાઉન્‍ડની બેઠક માટે વિશેષમાં જણાવે છે કે  રેસકોસ ગ્રાઉન્‍ડમા યોજાતી કથામાં વિશાળ ટોટલ ગ્રાઉન્‍ડ બેઠક વ્‍યવસ્‍થા ૨૪ ખંડમાં વિભાજિત કરેલ છે. ગંગા, યમુના, સરસ્‍વતી, અને ગોદાવરી પવિત્ર નદીઓના નામ ઉપર ખંડના નામ આપવામાં આવેલ છે, એક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે ૧૮૦૦ લોકોનો સમાવેશ થઈ શકે એક સાથે ૬૦ હજાર ધર્મપ્રેમી જનતા બેસી શકે તેવી અદ્યતન વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે, અને વધુ સંખ્‍યા થશે તો વિશાળ એલઈડીની પણ અત્‍યંત આધુનિક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે,તેવી સુંદર બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

ભવ્‍ય સ્‍ટેજ, વિશાળ એલઇડી, અધ્‍યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, અધ્‍યતન સીસી કેમેરા તેમજ વીમા કવચથી સજ્જ સુંદર વ્‍યવસ્‍થા ૧૩૦ ફુટ×૪૫ ફુટનું ભવ્‍ય આકર્ષક સ્‍ટેજ,તેમજ ૬ વિશાળ એલઇડી સ્‍ક્રીન, એક લાખ વોલ્‍ટની સાઉન્‍ડ સિસ્‍ટમ, અધ્‍યતન સીસીટીવી કેમેરા તેમજ સંપૂર્ણ વીમો લેવામાં આવેલ છે. પાણીની વ્‍યવસ્‍થા, ૨૪ લાઇટિંગ ટાવર સાથે ગ્રાઉન્‍ડની વ્‍યવસ્‍થા કરેલ છે. રેસકોસ ગ્રાઉન્‍ડમાં ૨ પરમેનેન્‍ટ યુરીનલ સાથે બીજા  ૪ ટેમ્‍પરરી યુરીનલ ની વ્‍યવસ્‍થા કરેલ છે. તેમજ સંપૂર્ણ વીમા કવચ લેવામાં આવેલ છે.

પ્રવેશ દ્વારા, રેસકોર્સ રીંગરોડ પર આવેલા ફન વર્લ્‍ડ ગ્રાઉન્‍ડની બાજુમાં આવેલ ગેટ નંબર ૧ અને ૨ જાહેર જનતા માટે, પોલીસ હેડ ક્‍વાર્ટર  પાસે ગેટ નંબર -૩ સાધુ-સંતો,યજમાન પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે,  મહિલા પોલીસ સ્‍ટેશનની સામે આવેલ ગેટ નંબર - ૪ પ્રોટોકોલ માટે, એરપોર્ટ ગેટ નંબર - ૫ અને બાલભવન ગેટ નંબર - ૬ જાહેર જનતા માટે પ્રવેશની વ્‍યવસ્‍થા કરેલ છે.

પાર્કિંગ માટેની વ્‍યવસ્‍થા

ર્પાકિંગ માટે ભક્‍તોને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ અને રિલાયન્‍સ ગ્રાઉન્‍ડ નું આયોજન કરવામાં આવેલ છે.

આવા પવિત્ર સંકલ્‍પ સાથે સનાતનીઓને જગાડવાની જેમણે અલખ જગાવેલી છે. તેવા પ્રખર સનાતની વક્‍તા, વિશ્વનું ગૌરવ, બાગેશ્વરધામ સરકાર શ્રી ધીરેન્‍દ્રકળષ્‍ણ શાષાીજીની ઁસનાતન સેતુ  હનુમત કથાઁમાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે તેવુ સૌરાષ્‍ટ્ર સનાતન સમિતિ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(2:57 PM IST)