<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સનાતન સંસ્‍કૃતિના રંગ સાથે યોજાશે ‘હાલોને આપણા મલકમાં'

સંસ્‍કૃતિના રંગે રંગાઇએ...ગરબાની રમઝટમાં ઝૂમી ઊઠીએ : સમસ્‍ત રઘુવંશી પરિવાર માટે ૭ ઓકટોબરે એકદિવસીય ગરબા મહોત્‍સવનું આયોજન

રાજકોટઃ આપણી ભવ્‍ય સનાતન સંસ્‍કૃતિ, પરંપરા અને લોકસંસ્‍કૃતિને ઉજાગર કરતા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ‘હાલોને રમઝટ ગરબા'નું ભવ્‍ય એકદિવસીય આયોજન કરવામાં આવ્‍યું છેે. સમસ્‍ત રઘુવંશી પરિવાર માટે આયોજિત આ ગરબા મહોતસવમાં નવરાત્રીની પરંપરાગત ઉજવણી સાથે ગરબા પ્રેમીઓ માટે સંગીત, નૃત્‍ય અને ઉત્‍સાહથી ભરપૂર માહોલ  સર્જાશે.

નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુજરાતની આગવી ઓળખ અને આપણી સાંસ્‍કૃતિક વિરાસત સાથે જોડાયેલો ઉત્‍સવ છે. આ જ ભાવનાને જીવંત રાખવા તથા નવી પેઢીને પણ આપણી પરંપરા અને સંસ્‍કૃતિ સાથે જોડવાના હેતુથી આ વિશેષ ગરબા આયોજન કરવામાં આવ્‍યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

‘હાલોને આપણા મલકમાં' કાર્યક્રમનું આયોજન બુધવાર, તા.૭ ઓકટોબરના રોજ રાત્રે ૮ વાગ્‍યાથી સમાજ પાર્ટી પ્‍લોટ, ન્‍યુ ૧૫૦ ફૂટ રિંગ રોડ, કટારીયા ચોક પાસે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

ગરબાપ્રેમીઓ માટે ૪૯/-ની પ્રવેશ ફી રાખવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં રઘુવંશી યુવાશક્‍તિ સંઘનો સહયોગ પ્રાપ્‍ત થયો હોવાનું યાદીમાં જણાવાયું છે.

પાસ મેળવવા તેમજ વધુ માહિતી માટે ધવલભાઇ આહિયા-૯૦૨૩૯ ૪૮૦૮૯, ઓમભાઇ કેશરીયા-૯૯૨૫૬ ૧૨૦૩૮, હાર્દિકભાઇ કેશરીયા-૭૨૮૪૮ ૪૯૪૮૪, નિખિલભાઇ પાબારી- ૯૭૬૩૩ ૦૦૦૫૦,  ચિંતન રઘુવંશી- ૮૯૮૦૪ ૧૭૯૧૧નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:20 PM IST)