News of Saturday, 2nd May 2026
ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી

૧ લી મે ઍટલે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના ઉપલક્ષ્યમાં રાજકોટ સ્થિત ભારત સેવક સમાજ અને રચનાત્મક કાર્યો કરતી સંસ્થા યુથ ફોર ડેમોક્રેસીના સંયુક્ત ઉપક્રમે ઍક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ ઍડવોકેટ હિંમતભાઈ લાબડીયાઍ ઉપસ્થિત સૌને આવકારી ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના વક્તા પૂર્વ મંત્રી જયંતીભાઈ કાલરીયાઍ ગુજરાતીઓના લોહીમાં બુધ્ધિ અને વેપાર હોવાની વાત જણાવી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મજૂર દિનના અનુસંધાને પોતાનું વક્તવ્ય આપતા મજૂર કાયદાના નિષ્ણાંત ઍડવોકેટ બાબુભાઈ માવાણીઍ મજૂર કાયદા વિશે માહિતી આપી મજૂરો, ઉદ્યોગો, કોન્ટ્રાક્ટ પ્રથા, યુનિયનો અને સરકાર વચ્ચેના સંબંધો ઉપર અસરકારક વક્તવ્ય આપેલ. ભારત સેવક સમાજના મહામંત્રી જનાર્દનભાઈ પંડયા તથા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ ઍડવોકેટ હિંમતભાઈ લાબડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ સોલંકીઍ તથા આભારદર્શન ઍડવોકેટ કૌશિકભાઈ છાયાઍ કરેલ હતું. કાર્યક્રમમાં યોગગુરુ નટવરસિંહ ચૌહાણ, ભાવેશભાઈ આચાર્ય, પ્રકાશભાઈ મોરી, જીતુભાઈ લખતરીયા, સુભાષભાઈ કોરડીયા, બિપીનભાઈ મલકાણ, જીમ્મી મલકાણ, હંસાબેન સાપરિયા વગેરે ઉપસ્થિત રહ્ના હતા. (૧૬.૨)
(2:49 PM IST)










