News of Friday, 19th June 2026
રાજકોટ ઝુમાં ખુશખબર : એશિયાઇ સિંહણ ‘ધારા'એ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો
ધનંજય અને ધારાના સંવનનથી જન્મેલા ત્રણ બચ્ચા સ્વસ્થઃ રાજકોટ ઝૂમાં એશિયાઇ સિંહોની સંખ્યા વધીને ૧૭ થઇ

રાજકોટ, તા. ૧૯ : મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રધ્યુમન પાર્કમાં પ્રાણીઉદ્યાનમાં વધુ એક ખુશખબર સામે આવી છે. એશિયાઈ સિંહણ ર્ં‘ધારાર્'ંએ ત્રણ સિંહબાળને જન્મ આપતા ઝૂ પરિવારમાં નવા મહેમાનોનો ઉમેરો થયો છે.
આ અંગેની મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ એશિયાઈ સિંહ નર ‘ધનંજય' અને માદા સિંહણ ર્ં‘ધારાર્'ંના સંવનન બાદ ૧૦૫ દિવસની ગર્ભાવસ્થા પૂર્ણ થતાં તા. ૧૧ જૂન, ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ધારાએ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. હાલ માતા અને ત્રણેય બચ્ચાં સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવાયું છે. ઝૂના વેટરનરી અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા સીસીટીવી મારફતે ચોવીસ કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
સિંહણ ધારાનો આ બીજો પ્રસવ છે. અગાઉ ડિસેમ્બર-૨૦૨૫માં પણ ધારાએ બે સિંહબાળને જન્મ આપ્યો હતો. નવા ત્રણ બચ્ચાંના જન્મ સાથે રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને ૧૭ થઈ ગઈ છે. જેમાં ૪ પુખ્ત નર, ૮ પુખ્ત માદા, ૨ પાઠડા નર અને ૩ બચ્ચાંનો સમાવેશ થાય છે.
રાજકોટ પ્રાણીઉદ્યાનમાં અત્યાર સુધીમાં કુલ ૫૫ સિંહબાળનો જન્મ નોંધાયો છે. ઝૂનું કુદરતી જંગલ જેવું નૈસર્ગિક વાતાવરણ એશિયાઈ સિંહો અને સફેદ વાઘોના સફળ સંવર્ધન માટે અનુકૂળ સાબિત થઈ રહ્યું હોવાનું મનપાએ જણાવ્યું છે.
રાજકોટ ઝૂ હાલમાં સૌરાષ્ટ્રના મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. દર વર્ષે અંદાજે ૭ લાખ જેટલા મુલાકાતીઓ ઝૂની મુલાકાત લે છે. હાલમાં ઝૂમાં ૭૦ વિવિધ પ્રજાતિઓના કુલ ૬૧૮ વન્યપ્રાણી અને પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા દેશના અનેક પ્રખ્યાત ઝૂ સાથે પ્રાણી-પક્ષીઓની આપ-લે કરી ઝૂના વિકાસને નવી દિશા આપવામાં આવી રહી છે.
(3:03 PM IST)










